<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન 15થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા: માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ

અમદાવાદ :હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવન 15થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 16 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

(10:07 PM IST)