News of Thursday, 6th August 2026
રેશનકાર્ડના અનાજના બદલે લાભાર્થીઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવોઃ બાવકુભાઈ ઉંધાડ
ભૂતિયા રેશનકાર્ડ અને ગરીબીની વ્યાખ્યામાં ન આવતા લોકોને અનાજ જતું અટકાવવા પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મહત્વપૂર્ણ રજૂઆત

વડિયા તા.૬: ગુજરાત રાજ્યમાં રેશનકાર્ડ મારફતે અપાતા અનાજમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારને રોકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા બાવકુભાઈ ઉંધાડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરેલ રજૂઆતમા પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા બાવકુભાઈ ઉંધાડે મુખ્ય માંગણીઓ કરી છે કે DBT સિસ્ટમ લાગુ કરો. હાલ સરકાર ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન અને અનાજ સાચવવામાં કરોડોનો ખર્ચ કરે છે. તેના બદલે સરકારને થતો કુલ ખર્ચ સીધો લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે. જેથી ગરીબ લોકો બજારમાંથી પોતાની જરૂરિયાત મુજબ રાશન ખરીદી શકે.
ભૂતિયા રેશનકાર્ડ રોકો. સરકારના ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૩ ના પરિપત્રનો યોગ્ય અમલ ન થવાથી ગરીબીની વ્યાખ્યામાં ન આવતા લોકો પણ અનાજ લઈ જાય છે. ડેટા લિકિગ. આરટીઓ, ઈન્કમટેક્ષ, એરપોર્ટ વિદેશગમન, મહેસુલના ૭/૧૨, કોર્પોરેટર, ઞ્લ્વ્ ટર્નઓવર જેવા તમામ સરકારી સોફટવેરનો ડેટા રેશનકાર્ડ સાથે લિક કરવામાં આવે. જેથી અપાત્ર લોકો ગાળી શકાય.
પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા બાવકુભાઈ ઉંધાડે ઉદાહરણ આપતા જણાવ્યું કે ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી અને ચંદીગઢમાં પહેલેથી જ આ પ્રકારની DBT સિસ્ટમ ચાલે છે.
આ પત્રની નકલ પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, મુખ્ય સચિવ અને પુરવઠા વિભાગના સચિવને પણ મોકલવામાં આવી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
