<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સુરતના ડિંડોલી વિસ્તારના બિલ્ડર રવિ ચૌધરીએ અચાનક જ ઝેરી દવા પીને જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો

કોઈ ગંભીર આર્થિક સંકટ અથવા માનસિક પરેશાની સતાવી રહી હતી:બજારમાં વધી ગયેલા નાણાકીય દબાણ અને અન્ય કારણોસર તેઓ માનસિક તણાવમાં હતા

સુરત શહેરના ડિંડોલી વિસ્તારના બિલ્ડર રવિ ચૌધરીએ અચાનક જ ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લેવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક માહિતી અને ચર્ચાઓ મુજબ, તેઓ લાંબા સમયથી આર્થિક દબાણ અને માનસિક ત્રાસ હેઠળ જીવી રહ્યા હતા, જેના કારણે તેમણે આ  અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

ઘટનાની મળતી વિગતો અનુસાર, બિલ્ડર રવિ ચૌધરીને કોઈ ગંભીર આર્થિક સંકટ અથવા માનસિક પરેશાની સતાવી રહી હતી. બજારમાં વધી ગયેલા નાણાકીય દબાણ અને અન્ય કારણોસર તેઓ માનસિક તણાવમાં હતા. આ તણાવ એટલો વધી ગયો કે તેમણે પોતાની જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. અચાનક બનેલી આ ઘટનાને પગલે તેમના પરિવારજનો અને નજીકના વર્તુળોમાં ભારે હાહાકાર મચી ગયો છે.

 

ઝેરી દવા પીધા બાદ રવિ ચૌધરીની તબિયત અચાનક જ લથડવા લાગી હતી. પરિવાર અને આસપાસના લોકો દ્વારા તાત્કાલિક ધોરણે તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

 

આ બનાવની જાણ થતાં જ ડિંડોલી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. બિલ્ડરને આત્મહત્યાના માર્ગે ધકેલનારા જવાબદાર પરિબળો કયા છે? કોઈ વ્યક્તિ કે લેણદારો દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે કેમ? આ તમામ દિશાઓમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે રવિ ચૌધરી ભાનમાં આવ્યા બાદ તેમના નિવેદનથી આ વધુ ખબર પડશે.

(9:07 PM IST)