News of Thursday, 6th August 2026
કડી તાલુકામાં રાજપુર ગામ પાસે એક સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા થતાં ચકચાર
નંદાસણ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે હત્યાની ફરિયાદ:પોલીસે ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજપુર ગામ પાસે એક સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. રાજપુર પાસે આવેલી એક બંધ ખાનગી કંપની પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રાધેશ્યામ નામના આધેડ પર અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સનસનાટીભરી વારદાત અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
