<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સબંધ શર્મસાર : ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના આરોપસર ચિલોડા પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી

હોસ્પિટલમાં બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે ICUમાં દાખલ

ગાંધીનગર જિલ્લાના ચિલોડા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે,ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના આરોપસર ચિલોડા પોલીસે બાળકીના પિતાની ધરપકડ કરી. છે ગત 4 ઓગસ્ટની રાત્રે આરોપીએ પોતાની પુત્રી સાથે એકલો હતો ત્યારે દુષ્કર્મ કર્યાનો આરોપ છે. બીજા દિવસે બાળકીની તબિયત બગડતા અને સમગ્ર ઘટના સામે આવતા માતાએ તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી તેમજ ચિલોડા પોલીસને જાણ કરી હતી 

   હોસ્પિટલમાં બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવી છે . ઘટનાની ગંભીરતા જોતા ચિલોડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સની મદદથી આરોપી પિતાને ઝડપી પાડવામાં આવ્યો છે  પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરીછે 

(11:16 PM IST)