<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો

ભરૂચ, સુરત, વલસાડ,સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં છૂટાછવાયા હળવા કે મધ્યમ ઝાપટા વરસી શકે

અમદાવાદ :આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સહેજ તીવ્રતા રહી છે, જ્યારે અન્ય ભાગોમાં મોટાભાગે આકાશ ખુલ્લુ જોવા મળ્યું છે. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 6 મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય સુબીર, ઉકાઈ અને ખાનપુર તાલુકામાં 5-5 મિ.મી તેમજ ફતેપુરા, માંડવી, નાનાપોંઢામાં 4-4 મિ.મી વરસાદ વરસ્યો છે.

આમ છતાં આગામી 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં છૂટાછવાયા હળવા કે મધ્યમ ઝાપટા વરસી શકે છે. 

(12:37 AM IST)