News of Friday, 7th August 2026
હાર્દિક પટેલના હસ્તે ભારે વરસાદથી પ્રભાવિત ૬૪૫ પરિવારોને ૬૨ લાખની સહાયનું વિતરણ
ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારની અને અમારી પ્રતિબદ્ધતા અવિરત રહેશેઃ હાર્દિક પટેલ

રાજકોટ,તા.૭: વિરમગામ તાલુકામાં ભારે વરસાદથી નુકસાન પામેલા પરિવારોને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી રહી છે. આ અન્વયે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં બે અલગ-અલગ સ્થળોએ સહાય વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. વિરમગામ તાલુકાના કમીજલા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નળકાંઠા વિસ્તારના ભારે વરસાદથી પ્રભાવિત ૪૬૬ પરિવારોને અંદાજિત ૪૦ લાખની સહાય ચૂકવાઈ હતી.
બીજા કાર્યક્રમમાં જખવાડા અને ડુમાણા ગામ ખાતે ૧૫ ગામોના ૧૭૯ પરિવારોને અંદાજિત ૨૨ લાખની સહાયનું વિતરણ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે ઙ્કભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ દરેક પરિવાર સુધી કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાઓ અને જરૂરી સહાય પહોંચે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. જનસેવા અને જનકલ્યાણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સતત અવિરત રહેશે.
આ તકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો, ભાજપ સંગઠનના પ્રમુખ-મહામંત્રી સહિતના હોદ્દેદારો, સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
