<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

અમદાવાદ પોલીસની સર્જીકલ સ્‍ટ્રાઇકઃ ૧૩૧થી વધુ બાંગ્‍લાદેશી ઘુસણાખોરોની અટકાયત

જ્‍યાં સામાન્‍ય લોકોને પરિવાર સાથે નીકળવામાં મુશ્‍કેલી પડે તેવા ૫૦ પોઇન્‍ટ લોકો પાસેથી જ મેળવી, ત્‍યાં રોજ ૨૫ થી ૩૦ પોલિસ ટીમ વાહન ચેકીંગ, બાઈક ચેકિંગ, હથિયાર અને દારૂ પીને નીકળ્‍યા નથી ને તે બાબતે ચેકીંગ કરી, લુખ્‍ખાઓના સ્‍થળ પર જ સીન વીખી નાખવા કડક આદેશ અપાયા છે : અનુપમસિંહ ગેહલોત રથયાત્રા, આભ ફાટીયા જેવી પારસ્‍થિતિમાં ચાર્જ લેવા સાથેજ અટવાયા પછી અમદાવાદમાં યોજનારી કોમન વેલ્‍થ ગેમના સિકયોરિટી પ્રોટોકોલ જાણવા વિદેશ ગયેલ સીપી અનુપમસિંહ ગેહલોતે પરત ફરતા જાતે જ એક્‍શન પ્‍લાનનો અમલ શરૂ કરાવ્‍યો

રાજકોટ તા. ૭:  રથયાત્રા, વરસાદને કારણે સર્જાયેલ પરિસ્‍થિતિ, અને ભારતમાં અમદાવાદમાં યોજાનાર કોમન વેલ્‍થ ગેમ અંગેના સુરક્ષા સહીતના પ્રોટોકોલની જાણકારી રૂબરૂ મેળવવા નાયબ મુખ્‍ય મંત્રી સાથે વિદેશથી પરત ફરતા પોતે આપેલ વચન મુજ્‍બ અમદાવાદમાં વિકટ ટ્રાફિક સમશ્‍યા સાથે જડબે સ્‍લાક કાયદો વ્‍યવસ્‍થા નિર્માણ કરવાના એક્‍શન પ્‍લાનનો મધ્‍ય રાત્રીથી અમલ શરુ કરેલ છે.

આ એક્‍શન પ્‍લાન અંગે અકિલા સાથેની વાતચીતમાં પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે, મેં મારી પદ્ધતિ મુજ્‍બ સામાન્‍ય લોકોમાં વિશ્વાસ કેળવી, સામાન્‍ય નાગરિકો જે ખુબ શાંતિથી રહેછે, તેમના ખુલ્લાં દિલે અભિપ્રાય માંગ્‍યા, જયા લોકોને તકલીફ સર્જાય એ પ્રકારના માથાભારે તત્ત્વોની અવરજવર રહે  છે, તેવા ૫૦  પોઇન્‍ટ નક્કી કર્યા છે.

આ માટે ક્રાઇમ બ્રાન્‍ચના જોઇન્‍ટ પોલિસ કમિશનર શરદ સિંઘલ, સેક્‍ટર ૧ હેડ નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર ૨ જયપાલસિંહ રાઠોડ વિગેરે સાથે મળી રણનીતિને આખરી ઓપ આપ્‍યો  જેમાં ડીસીપી ક્રાઇમ, ડીસીપી SOG, સહીત તમામ ડીસીપીઓને જવાબદારીઓ આપી, રોજ વાહન ચેકીંગ, આશ્રય સ્‍થાનો ચેક કરવા માટે ટીમો બનાવી છે.

આ સાથે સાથે વિવિધ વિસ્‍તારોનો સર્વે કરી ગેર કાયદે  રહેતા બાંગ્‍લા દેશી ઘુસણખોર   એવા ૨૦૦ લોકોની સઘન તપાસ ક્રાઇમ બ્રાન્‍ચ,SOG ટીમની મદદથી થયેલ, ૧૩૧ જેટલા ઘુસાખોરોને સંકજામા લીધા છે, ઘણાં લોકોએ ભારતીય નાગરિક હોવાના બોગસ આધાર પુરાવા તૈયાર કરાવ્‍યાનું બહાર આવતા હાઈ લેવલની ટીમ દ્રારા તપાસ કરવાં આદેશ આપવામાં આવ્‍યા હોવાનું સીપી દ્રારા જાણવાયુ છે.

(12:01 PM IST)