તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
વિરમગામના વોર્ડ નંબર 7માં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકી
લાંબા સમયથી ગટર લાઈનો ઉભરાવાની સમસ્યા ચાલુ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ

વિરમગામ શહેરના વોર્ડ નંબર 7માં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી ગટર લાઈનો ઉભરાવાની સમસ્યા ચાલુ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શેરીઓ અને માર્ગો પર ભરાયેલા દૂષિત પાણીના કારણે દુર્ગંધ ફેલાવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતાં આક્રોશે ભરાયેલા રહીશોએ નગરપાલિકા તંત્ર અને સ્થાનિક સદસ્યો સામે ભારે વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
