તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં વહેલી પરોઢે તંત્ર દ્વારા મોટી બુલડોઝર કાર્યવાહી
વર્ષો જૂનું ગેરકાયદેસર ધાર્મિક દબાણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું: વિડીઓગ્રાફી કરતા લોકોના મોબાઈલ જપ્ત કર્યા

ગાંધીનગર : રાજયના પાટનગર ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં આજે વહેલી પરોઢે તંત્ર દ્વારા મોટી બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત વર્ષો જૂનું ગેરકાયદેસર ધાર્મિક દબાણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
આ ગેરકાયદેસર ધાર્મિક સ્થળ સ્થાનિકે લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રે વહેલી સવારે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું હતું. કાર્યવાહી દરમિયાન સ્થળ પર એકત્ર થયેલા અને પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારી રહેલા લોકો સામે કડક વલણ અપનાવી તંત્ર દ્વારા તેમના મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને સરકારી જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરાવવામાં આવી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
