તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ગાંધીનગર શહેરમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઃ સ્વચ્છ શાળા, સ્વચ્છ શહેર
ફોટો, સૂત્ર, લેખ, ગીત, લઘુનાટિકા વગેરે આવકાર્ય

ગાંધીનગર તા. ૭: મહાનગરપાલિકા દ્વારા શહેરના વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન ‘‘સ્વચ્છ શાળા - સ્વચ્છ શહેર'' વિદ્યાર્થી સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગે પોતાના વિચારોને વિવિધ સર્જનાત્મક માધ્યમો દ્વારા વ્યક્ત કરી શકશે.
આ સ્પર્ધામાં ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં સૂત્રલેખન, ફોટોગ્રાફી, આર્ટિકલ લેખન, જિંગલ (સ્વચ્છતા ગીત) અને શોર્ટ પ્લે (લઘુ નાટિકા) જેવી વિવિધ શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીને અભિવ્યક્ત કરવાની તક આપવાના હેતુથી સ્પર્ધામાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબ એકથી વધુ સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ શકશે, જોકે દરેક સ્પર્ધા માટે અલગ ઓનલાઈન એન્ટ્રી મોકલવાની રહેશે.
સ્પર્ધા માટે કળતિ મોકલવાની અંતિમ તારીખ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. દરેક શ્રેણીના શ્રેષ્ઠ વિજેતાઓને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આકર્ષક ઇનામો, પ્રશંસાપત્રો અને સન્માન એનાયત કરવામાં આવશે. વધુ માહિતી માટે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન કચેરી, ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશન પાછળ, સેકટર ૧૭, ફોન નં. ૦૭૯-ર૩ર૮૪૧પ૦ ઉપર સંપર્ક સાધી શકાય છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
