<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

વડોદરામા ઓલ ઈન્‍ડિયા ઇન્‍ડોર ૬એ સાઇડ હોકી ટુર્નામેન્‍ટમા ૪૨ ટીમો જોડાઈ

 

રાજકોટ : ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરામા ઓલ ઈન્‍ડિયા ઇન્‍ડોર ૬એ સાઇડ હોકી ટુર્નામેન્‍ટ સમા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સમાં યોજાઈ હતી.રાષ્‍ટ્રીય સ્‍તરની આ ટુર્નામેન્‍ટમાં દેશભરની  ભાઈ - બહેનની ૪૨ ટીમોએ ભાગ લીધો હતો.ટુર્નામેન્‍ટનો પ્રારંભ વડોદરાના કમિશ્રર શ્રી બાબુ, ભારતીય હોકીના લિજેન્‍ડ ધનરાજ પિલ્લાઈ, ઓલિમ્‍પિયન યુવરાજ વાલ્‍મિકી, ઇન્‍ડોર હોકી એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરી આફતાબ , ગુજરાત ઇન્‍ડોર હોકી એસો.ના પ્રમુખ કેયુર દેસાઈ, ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી દિનેશ પુરબીયા સહિતના મહાનુભાવોએ કરાવ્‍યો હતો.હોકીમાં ૬એ સાઇડની ઝડપી અને ટેકનિક સાથેની આ રમતને વધુ પ્રોત્‍સાહન મળે તેમજ ખેલાડીઓમાં ઉત્‍સાહ વધે તે ઉદ્દેશ સાથે ગુજરાતમાં પહેલી જ વખત રાષ્‍ટ્રીય કક્ષાની ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.સફળ બનાવવા અધિકારીઓ, ખેલાડીઓ તેમજ સિનિયર ખેલાડીઓનો સહકાર મળ્‍યો હતો

(3:52 PM IST)