News of Friday, 7th August 2026
ગુજરાત કોંગ્રેસમાં ફરી અસંતોષના લબકારા :ઉત્તર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી પહોંચ્યા
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ દિલ્હીમાં :કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને મળ્યા

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસમાં ફરી અસંતોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે અને આ જ સિલસિલામાં ઉત્તર ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હી પહોંચ્યા છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને મળ્યા હતા. આ તમામ નેતાઓએ તેમને મૂંઝવતા પ્રશ્નો અને તેમની સમસ્યાની ખરગે સમક્ષ રજૂઆત કરી છે.
છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ નેતાગીરીની કામગીરી સામે જિલ્લા કોંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ સંગઠનમાં ચાલી રહેલી નિમણૂક અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો. પ્રદેશ નેતાગીરીની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
