News of Friday, 7th August 2026
વડોદરામાં વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવાશે ?:દરખાસ્તથી ભારે વિવાદ: પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી સામે ઉઠ્યા સવાલ
વાસણા રોડ વિસ્તારમાં સરકારી શાળાનું મકાન અત્યંત જર્જરિત બનતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી:આ સંજોગોમાં 11 દુકાનોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે મંજૂરી મંગાઈ

વડોદરામાં શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક દરખાસ્તને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વાસણા રોડ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાનું મકાન અત્યંત જર્જરિત બનતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. આ સંજોગોમાં 11 દુકાનોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે મંજૂરી માંગવામાં આવી છે. આ પ્રસ્તાવને કારણે શિક્ષણવિદો અને વાલીઓમાં અનેક સવાલો ઉભા થયા છે.
શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે યોગ્ય સ્થળની શોધ હજુ પણ ચાલુ છે. જો યોગ્ય જગ્યા નહીં મળે તો તાત્કાલિક ધોરણે દુકાનોમાં અભ્યાસ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જોકે આ પ્રસ્તાવ સામે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જર્જરિત શાળાનું સમારકામ શરૂ કરતા પહેલા વૈકલ્પિક સ્થળ કેમ ન શોધાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષણની ગુણવત્તા અને આવા વાતાવરણમાં શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહેશે કે કેમ તે અંગે ચર્ચા વધુ તેજ બની છે. હવે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર થાય છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
