<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સ્‍થાનિક ઉત્‍પાદનોને પ્રાથમિકતા આપવી એ આપણી સૌની જવાબદારીઃ અર્જુનભાઈ મોઢવાડિયા

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ' અને ‘આત્‍મનિર્ભર ભારત'ના સંકલ્‍પને સાકાર બનાવવા : હેન્‍ડલૂમ માત્ર એક વસ્‍ત્રનથી, પરંતુ આપણા વણકરોની મહેનત, કૌશલ્‍ય, પરંપરા અને ભારતની સાંસ્‍કળતિક ઓળખનું જીવંત પ્રતીકઃ નેશનલ હેન્‍ડલૂમ ડે નિમિત્તે ગુજરાત રાજ્‍યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ હસ્‍ત વણાટથી બનેલી સુંદર વસ્‍તુઓની ખરીદી કરી

અમદાવાદ, તા.૮: નેશનલ હેન્‍ડલૂમ ડે નિમિત્તે ગુજરાત રાજ્‍યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ હસ્‍ત વણાટથી બનેલી સુંદર વસ્‍તુઓની ખરીદી કરી છે.

વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કહ્યું કે,હેન્‍ડલૂમ માત્ર એક વષા નથી, પરંતુ આપણા વણકરોની મહેનત, કૌશલ્‍ય, પરંપરા અને ભારતની સાંસ્‍કળતિક ઓળખનું જીવંત પ્રતીક છે.

જ્‍યારે આપણે હેન્‍ડલૂમની એક વસ્‍તુ ખરીદીએ છીએ, ત્‍યારે માત્ર એક પ્રોડક્‍ટ ખરીદતા નથી, પરંતુ હજારો વણકર પરિવારોના જીવનમાં વિશ્વાસ, રોજગાર અને હજારો વણકર પરિવારોને રોજગાર અને સહારો આપીએ છીએ.

હેન્‍ડલૂમ એ આપણા કારીગરોની મહેનત અને ભારતની સંસ્‍કળતિનું પ્રતીક છે. .  .

વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ' અને ‘આત્‍મનિર્ભર ભારત'ના સંકલ્‍પને સાકાર બનાવવા માટે સ્‍થાનિક ઉત્‍પાદનોને પ્રાથમિકતા આપવી એ આપણી સૌની જવાબદારી છે.મારી ગુજરાત અને દેશના તમામ નાગરિકોને અપીલ છે કે હેન્‍ડલૂમને માત્ર તહેવારો કે પ્રસંગો પૂરતું નહીં, પરંતુ દૈનિક જીવનનો પણ એક ગૌરવપૂર્ણ ભાગ બનાવો.

 

(10:49 AM IST)