તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
રાષ્ટ્રીય કક્ષાની જીમ્નાસ્ટીક્સ સ્પર્ધામાં ગુજરાતનો ડંકો : નવસારીના યુવા ખેલાડી સન્ની મિશ્રાએ ચાર મેડલ જીત્યા
નવસારીની નારણ લાલા કોલેજમાં F.Y. BBA માં અભ્યાસ કરતા સન્નીએ મૈસુર ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં કુલ 4 મેડલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું

કર્ણાટકના મૈસુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની જીમ્નાસ્ટીક્સ સ્પર્ધામાં નવસારીના યુવા ખેલાડી સન્ની મિશ્રાએ પોતાની પ્રતિભાના જોરે સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. નવસારીની નારણ લાલા કોલેજમાં F.Y. BBA માં અભ્યાસ કરતા સન્નીએ મૈસુર ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં કુલ 4 મેડલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
જીમ્નાસ્ટીક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (GFI) દ્વારા "ઓલ એજ ગ્રુપ એક્રોબેટિક્સ જીમ્નાસ્ટીક્સ નેશનલ ચેમ્પિયનશીપ 2026-27" નું આયોજન 3 થી 5 ઓગસ્ટ દરમિયાન મૈસુરમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના શ્રેષ્ઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સન્ની મિશ્રાએ જુનિયર ગ્રુપ મિક્સ્ડ પેર ઇવેન્ટમાં ભાગ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સન્નીએ આ રાષ્ટ્રીય સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં કુલ 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે. જેમાં બેલેન્સ ઈવેન્ટ અને ડાયનેમિક ઈવેન્ટમાં સિલ્વર મેડલ તથા મિક્સ્ડ પેર ઈવેન્ટ અને ટીમ ગેમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
સન્ની મિશ્રાની આ સફળતા પાછળ શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડો. મયુર પટેલનું યોગ્ય માર્ગદર્શન અને તાલીમદાતા ગાયત્રીબેન પટેલની આકરી મહેનત નિર્ણાયક સાબિત થઈ છે. આ સિદ્ધિ બદલ નારણ લાલા સંસ્થાના ચેરમેન મહેશ કંસારા, કો-ઓર્ડિનેટર ખ્યાતિબેન, ડાયરેક્ટર ડો. વી. ડી. નાયક અને આચાર્ય ડો. ચિરાગી દેસાઈ સહિતના લોકોએ સન્ની મિશ્રા અને તેના માર્ગદર્શકોને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
