તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પૂ. મોરારિબાપુની શ્રદ્ધાંજલિ : સહાયતા રાશિ અર્પણ કરી
કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨.૨૫ લાખ અને ગુજરાતના મૃતકોના સ્વજનોને રૂ. ૭૫ હજારની મદદ રામકથાના શ્રોતાઓ મારફતે પહોંચાડવામાં આવી

તલગાજરડા: દેશના વિવિધ રાજ્યોમાં કુદરતી હોનારત અને અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી હોનારતમાં મૃત્યુ પામેલા હતભાગીઓને કથાકાર પૂ. મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ગુજરાત અને કેરળમાં તાજેતરમાં ભારે વરસાદ અને સાયક્લોનિક વાતાવરણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે પૂ. બાપુ દ્વારા હનુમંત સંવેદના રૂપે આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક વાતાવરણ અને ભારે વરસાદના કારણે નવસારી તેમજ અન્ય જિલ્લાઓમાં ૫ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ તમામ મૃતકોના પરિવારોને પૂ. બાપુએ હનુમંત સંવેદના રૂપે પ્રતિ વ્યક્તિ રૂ. ૧૫,૦૦૦ લેખે કુલ રૂ. ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રકમ નવસારી અને અન્ય વિસ્તારોમાં રહેતા રામકથાના સ્થાનિક શ્રોતાઓ મારફતે પીડિત પરિવારો સુધી પહોંચાડવામાં આવી છે.
બીજી તરફ, કેરળમાં પણ અતિવૃષ્ટિના કારણે ૧૫ લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ગુમ થયા છે. આ હોનારતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી પૂ. બાપુએ કેરળ રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૨,૨૫,૦૦૦ ની સહાયતા અર્પણ કરી છે, જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પૂ. મોરારિબાપુએ આસામ, જમ્મુ-કાશ્મીર અને સિક્કિમમાં ભારે વરસાદને લીધે થયેલી તારાજી અને માનવ મૃત્યુ અંગે પણ સહાયતા રાશિ અર્પણ કરી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
