<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજ્યમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદની શક્યતા :15 ઓગસ્ટ આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધી શકે

અમદાવાદ : રાજ્યમાં આજથી વરસાદ સાથે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. 9થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદની આગાહી છે. 

  આગામી 15 ઓગસ્ટ આસપાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. 17 અને 18 ઓગસ્ટે પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઓગસ્ટના અંતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા છે. જોકે, ભારે વરસાદથી ઉભા પાકને નુકસાનની શક્યતા હોવાથી ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. કે

(1:25 PM IST)