<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

TAT-HSની મુખ્ય પરીક્ષા: રાજ્યના 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપી રહ્યા છે.પરીક્ષા

પરીક્ષા બાદ સરકારી શિક્ષકોની ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતી હોવાનો ઉમેદવારોનો આક્ષેપ: સારા માર્ક્સથી પાસ થયા બાદ પણ ભરતી ન થતાં ઉમેદવારો કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરવા મજબૂર

અમદાવાદ :રાજ્યભરમાં આજે TAT-HS એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટી-ઉચ્ચતર માધ્યમિકની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યના 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના 64 કેન્દ્રો પર 11 હજાર 865 ઉમેદવારો પરીક્ષા આપશે. ધોરણ 11 અને 12માં શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવાય છે. જોકે, પરીક્ષા બાદ સરકારી શિક્ષકોની ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ ન થતી હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. સારા માર્ક્સથી પાસ થયા બાદ પણ ભરતી ન થતાં ઉમેદવારો કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરવા મજબૂર બનતા હોવાની રજૂઆત છે. TET-TATની પૂરતા પ્રમાણમાં ભરતી અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની માગ ઉઠી છે. અગાઉ વરસાદના કારણે બે વાર તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ આજે સુચારુ રીતે પરીક્ષા યોજાઈ રહી છે.

(1:26 PM IST)