<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

વડોદરામાં દશામાની આગમન યાત્રા દરમિયાન મારામારી: અફરાતફરીનો માહોલ

સ્થાનિકોએ સમગ્ર ઘટનામાં સામેલ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી: પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા

વડોદરામાં દશામાની આગમન યાત્રા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ઠેકરનાથ યુવક મંડળ દ્વારા યોજાયેલી દશામાની આગમન યાત્રામાં કેટલાક લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. યાત્રા દરમિયાન અચાનક મારામારી થતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભક્તિના પર્વ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે મારામારીના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સમગ્ર ઘટનામાં સામેલ ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. હવે પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

(1:27 PM IST)