<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક બસ ડેપોની મુલાકાત લીધી

દિવ્યાંગો માટેનું શૌચાલય બંધ હોવાની સ્થિતિ સામે આવતા ડેપો મેનેજરને ખખડાવી પ્રવાસીઓની સુવિધામાં બેદરકારી નહીં ચલાવાય તેવી સ્પષ્ટ ટકોર કરી

ડાંગના સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રવાસીઓની ભીડ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક બસ ડેપોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બસ ડેપોમાં દિવ્યાંગો માટેનું શૌચાલય બંધ હોવાની સ્થિતિ સામે આવતા હર્ષ સંઘવી રોષે ભરાયા હતા. તેમણે સ્થળ પર જ ડેપો મેનેજરને ખખડાવી પ્રવાસીઓની સુવિધામાં બેદરકારી નહીં ચલાવાય તેવી સ્પષ્ટ ટકોર કરી હતી. મોન્સૂન ફેસ્ટિવલને પગલે સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ત્યારે સ્વચ્છતા અને પાયાની સુવિધાઓ જાળવવા તંત્રને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. પ્રવાસીઓની સુવિધામાં બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી કરવાના પણ સંકેત આપવામાં આવ્યા છે. હર્ષ સંઘવીની અચાનક મુલાકાતથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

(1:29 PM IST)