<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજ્‍યમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની મેગા ડ્રાઇવઃ નકલી ડેરી પ્રોડક્‍ટ્‍સ બનાવતા ૮૪૨ વેપારીઓ પર દરોડા

પ્રજાના સ્‍વાસ્‍થ્‍ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેવો આરોગ્‍ય મંત્રીએ સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે. ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગ દ્વારા માત્ર ૨ દિવસમાં રાજ્‍યવ્‍યાપી મેગા ડ્રાઇવ યોજીને ૮૪૨ જેટલી શંકાસ્‍પદ વેપારી પેઢીઓ પર સઘન દરોડા પાડવામાં આવ્‍યા હતા. આ કાર્યવાહી દરમિયાન ૧,૭૦૫ કિલોગ્રામ જેટલો બનાવટી ‘ડેરી એનાલોગ' જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો છે. અંદાજે રૂપિયા ૫.૨૮ લાખની કિમતનો આ હાનિકારક જથ્‍થો સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો.

(2:17 PM IST)