તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ગુજરાતભરમાં ઓટો રિક્ષાના ભાડામાં મોટો વધારો: આજથી મુસાફરી બની મોંઘી
પ્રથમ ૧.૨ કિલોમીટરનું મિનિમમ ભાડું રૂ. ૧૦ થી વધારીને સીધું રૂ. ૨૫ કરાયું: ત્યારબાદ પ્રતિ કિલોમીટરે રૂ. ૨૦ ચૂકવવા પડશે: રાત્રિના સમયે ૫૦ ટકા વધારાનો ચાર્જ તેમજ ટ્રાફિકમાં રિક્ષા ઊભી રહે તો વેઇટિંગ ચાર્જ*

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ઓટો રિક્ષા ચાલકોની ભાડા વધારાની માંગ મંજૂર કરવામાં આવી છે. આજથી રાજ્યભરમાં નવા ભાડા દરો અમલમાં આવ્યા છે, જેમાં પ્રથમ ૧.૨ કિલોમીટરનું મિનિમમ ભાડું રૂ. ૨૫ અને ત્યારબાદ પ્રતિ કિલોમીટરે રૂ. ૨૦ ચૂકવવા પડશે. રાત્રિના સમયે ૫૦ ટકા વધારાનો ચાર્જ તેમજ ટ્રાફિકમાં રિક્ષા ઊભી રહે તો વેઇટિંગ ચાર્જ પણ મુસાફરોએ ભોગવવો પડશે.
વધતી મોંઘવારી વચ્ચે શાકભાજી, ખાદ્યતેલ અને ઘરગથ્થુ ચીજવસ્તુઓના ભાવવધારાનો માર સહન કરી રહેલા ગુજરાતના સામાન્ય નાગરિકો પર હવે રિક્ષા ભાડામાં વધારાનો નવો બોજ પડ્યો છે. લાંબા સમયથી ઈંધણ અને અન્ય સંચાલન ખર્ચમાં થયેલા વધારાને પગલે રિક્ષાચાલક વર્ગ દ્વારા ભાડું વધારવાની માંગ કરવામાં આવતી હતી. રાજ્ય સરકાર દ્વારા આ માંગને મંજૂરી આપવામાં આવતા આજથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સુધારેલા નવા ભાડા દરો અમલમાં આવી ગયા છે.
નવા ભાડા દરોની વિગત:
અત્યાર સુધી પ્રથમ ૧.૨ કિલોમીટર માટે રૂ. ૧૦ મિનિમમ ભાડું ચૂકવવું પડતું હતું, જે હવે વધારીને સીધું રૂ. ૨૫ કરી દેવામાં આવ્યું છે.
૧.૨ કિલોમીટર પછીના અંતર માટે મુસાફરે પ્રતિ કિલોમીટર રૂ. ૨૦નો ચાર્જ ચૂકવવો પડશે.
રિક્ષા મીટરમાં હવેથી દર ૨૦૦ મીટરે રૂ. ૪નો વધારાનો ચાર્જ ઉમેરાતો જશે.
રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી મુસાફરી કરનારાઓએ નિર્ધારિત ભાડા પર ૫૦ ટકા રાત્રિ ચાર્જ ચૂકવવાનો રહેશે.
આ ઉપરાંત, ટ્રાફિક કે અન્ય કારણોસર રિક્ષા ઊભી રહે ત્યારે લાગતો વેઇટિંગ ચાર્જ પણ મુસાફરે ચૂકવવો પડશે.
કોને પડશે સૌથી વધુ અસર? આ ભાડા વધારાની સૌથી વધુ અસર ટૂંકા અંતરની નિયમિત મુસાફરી કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને રોજિંદા કામ માટે રિક્ષાનો ઉપયોગ કરતા લોકો પર થવાની શક્યતા છે. જ્યારે જાહેર પરિવહનની સેવા સમયસર કે પૂરતી ઉપલબ્ધ ન હોય ત્યારે સામાન્ય લોકો માટે રિક્ષા જરૂરી પરિવહનનું સાધન બની રહે છે. આ સ્થિતિમાં સરકારની મંજૂરી બાદ રિક્ષાચાલક વર્ગમાં રાહતની લાગણી છે, પરંતુ મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોના દૈનિક બજેટ પર આ વધારાની સીધી અસર થતી હોવાથી મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
