News of Saturday, 8th August 2026
BSF માં ૨૫ વર્ષ સુધી દેશની સરહદોની રક્ષા કરી નિવૃત્ત થયેલા વીર જવાન જીતેન્દ્રસિંહનું અમદાવાદમાં અદ્ભુત અને ભવ્ય સ્વાગત!
ઢોલ-નગારા અને દેશભક્તિના નારાઓ સાથે યોજાઈ ભવ્ય સન્માન યાત્રા; રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં BSF જવાનની ગૌરવશાળી સેવાઓને બિરદાવાઈ!

અમદાવાદ: દેશની કઠિન સરહદો પર સતત અઢી દાયકા (૨૫ વર્ષ) સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપીને સીમા સુરક્ષા બળ (BSF) માંથી નિવૃત્ત થયેલા દેશના સપૂત અને બહાદુર જવાન જીતેન્દ્રસિંહનું અમદાવાદ આગમન થતાં નાગરિકો દ્વારા તેમનું ભાવભીનું અને અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું હતું. વતન પરત ફરેલા વીર જવાનના સન્માનમાં આયોજિત આ ખાસ સમારોહમાં સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો.
અભૂતપૂર્વ ઉત્સાહ સાથે યોજાયેલી આ સન્માન યાત્રામાં ઢોલ-નગારા, પુષ્પવર્ષા અને ભારત માતાના જયઘોષ સાથે જવાન જીતેન્દ્રસિંહને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશ માટે આપેલા તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમનું સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમે માત્ર એક વીર જવાનની ગરિમા જ નથી વધારી, પરંતુ સ્થાનિક યુવાનોમાં દેશપ્રેમ અને સેવાની નવી ચેતના પણ જગાવી છે. આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ પણ દેશના પેરામિલેટ્રી જવાનોના સમર્પણની સરાહના કરતાં તેમના પેન્શન અને અન્ય પડતર પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક ધ્યાન દોરવાનો સૂર વ્યક્ત કર્યો હતો.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
