<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જસ્ટિસ માનાશ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે જસ્ટિસ માનાશ રંજન પાઠકની ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. જસ્ટિસ પાઠક હાલમાં ગુવાહાટી હાઇકોર્ટમાં કાર્યરત છે અને તેમને ઓરિસ્સાથી ગુજરાત હાઇકોર્ટ ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ફરજ સંભાળશે. તેમની નિમણૂક બાદ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 34 થશે. હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં મંજૂર 52 ન્યાયાધીશોના મહત્તમ મહેકમ સામે કુલ 33 ન્યાયાધીશો કાર્યરત છે. જસ્ટિસ પાઠકની નિમણૂકથી હાઇકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધશે.

(5:51 PM IST)