News of Sunday, 9th August 2026
સાગબારા-ઉમરપાડા જમીન વિવાદ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાંસદ મનસુખભાઈ વસાવા સાથે બેઠક
મુખ્યમંત્રીએ સમગ્ર જમીન વિવાદ અંગેની વિગતવાર જાણકારી મેળવી:મામલાનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવા માટે આગામી દિવસોમાં વન મંત્રીની ઉપસ્થિતિમાં વધુ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે

નર્મદા જિલ્લાના સાગબારા અને ઉમરપાડા વિસ્તારના લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદ અંગે મુખ્યમંત્રીએ સાંસદ મનસુખભાઈ વસાવા સાથે વિશેષ ચર્ચા કરી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ સમગ્ર જમીન વિવાદ અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી. આ મામલાનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવવા માટે આગામી દિવસોમાં વન મંત્રીની ઉપસ્થિતિમાં વધુ એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં સમગ્ર વિવાદ અંગે ફરીથી વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
