<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

વડોદરાના શિનોર પંથકમાં વરસાદી ઝાપટાંથી ખેડૂતોમાં ખુશીની લાગણી

તાલુકાના સાધલી, અવાખલ, સુરાશામળ સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાતાં લોકોને ગરમીથી રાહત મળી

વડોદરાના શિનોર પંથકમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાલુકાના સાધલી, અવાખલ, સુરાશામળ સહિતના ગામોમાં વરસાદી માહોલ સર્જાતાં લોકોને ગરમીથી રાહત મળી હતી અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પંથકમાં આ સાથે જ અત્યાર સુધીમાં સિઝનનો કુલ 28.5 inch વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

(10:58 PM IST)