તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર ST બસે મોપેડને અડફેટે લેતા એક યુવકનું ટાયર નીચે કચડાતાં મોત
ઘટના બન્યા બાદ ST બસનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો:પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો

આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસના ચાલકે મોપેડ ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ સવાર યુવક બસના ટાયર નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ તીર્થ પટેલ તરીકે થઈ છે. ઘટના બન્યા બાદ ST બસનો ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
