તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
આણંદના ઉમેટામાં મહિસાગર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
સ્થાનિકો અને તંત્ર દ્વારા આશરે 11 કલાકની સઘન શોધખોળ બાદ નદીમાંથી યુવકના શબને બહાર કાઢવામાં સફળતા મળી

આણંદના ઉમેટા ગામ નજીક આવેલી મહિસાગર નદીમાંથી ગઈકાલે સાંજે ઝંપલાવનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આશરે 11 કલાકની સઘન શોધખોળ બાદ નદીમાંથી યુવકના શબને બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતક યુવકની ઓળખ કોઠીયાખાડ ગામના સુનિલ પઢિયાર તરીકે થઈ છે. પોલીસે મૃતદેહને કબજે લઈ પંચનામું કર્યા બાદ અકસ્માતે મોતનો કેસ નોંધી, વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે આંકલાવ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
