<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

જ્ઞાન-વિજ્ઞાનના મહાસાગરમાં જ્ઞાનરૂપી મોતીઓનો અખૂટ ખજાનો ‘‘જ્ઞાન પાઠશાળા'' મેગેઝિન

જ્ઞાન, વિજ્ઞાન, જનરલ નોલેજ, લેટેસ્‍ટ ટેકનોલોજી, નવી શોધો, અદ્દભુત વૈજ્ઞાનિક રહસ્‍યો, વિશ્વભરની રસપ્રદ માહિતી અને કરંટ અફેર્સ જેવા અમૂલ્‍ય વાંચનથી ભરપૂર ‘‘જ્ઞાન પાઠશાળા'' સામયિક

રાજકોટ : વાંચનના રસિયાઓ આનંદો..... અમદાવાદની જાણીતી પુસ્‍તક પ્રકાશન સંસ્‍થા 5G પબ્‍લિકેશન દ્વારા સાયન્‍સ, ટેકનોલોજી અને જનરલ નોલેજથી ભરપૂર એક અનોખું ગુજરાતી માસિક મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે.  જેનું નામ ‘‘જ્ઞાન પાઠશાળા'' છે. નામ પરથી જ તમને લાગ્‍યું હશે કે આ મેગેઝીન જ્ઞાનથી ભરપૂર હશે... તો યુ આર રાઇટ.

દર મહિને પ્રસિદ્ધ થતું ‘‘જ્ઞાન પાઠશાળા'' મેગેઝીન રાજકોટ, જામનગર, સૌરાષ્‍ટ્ર પંથક અને ગુજરાતમાં ટૂંક જ સમયમાં વાચકોમાં ખુબજ લોકપ્રિય થઈ ગયું છે. ‘‘જ્ઞાન પાઠશાળા'' સામયિક ખાસ કરીને લાયબ્રેરીના નિયમિત વાચકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ધ્‍યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્‍યું છે.

આ સામયિકમાં જ્ઞાન, વિજ્ઞાન, જનરલ નોલેજ, લેટેસ્‍ટ ટેકનોલોજી, નવી શોધો, અદ્દભુત વૈજ્ઞાનિક રહસ્‍યો, વિશ્વભરની રસપ્રદ માહિતી, જનરલ નોલેજ અને  કરંટ અફેર્સ જેવા વૈવિધ્‍યસભર વિષયો પર ઊંડાણપૂર્વકની અને સરળ શૈલીમાં માહિતી પીરસવામાં આવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષકોને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થનારું જ્ઞાન, વિજ્ઞાન, જનરલ નોલેજ અને ટેકનોલોજીથી ભરપૂર એવું દર મહિને પ્રસિદ્ધ થતું ‘‘જ્ઞાન પાઠશાળા''સામયિક શિક્ષકો માટે વર્ગખંડમાં ભણાવતી વખતે એક ઉત્તમ અને વિશ્વસનીય સંદર્ભ સાહિત્‍ય તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ સામયિકમાં વાચકોને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાના ૧૮ અધ્‍યાયમાં કહેવામાં આવેલી વાતોનું મૂલ્‍યવાન જ્ઞાન મળે અને તેમાંથી વાચકો જીવનના પાઠ શીખે તે હેતથી ગીતા સાર નામની વિશેષ કૉલમ આપવામાં આવે છે. પઝલ સફારી અને જ્ઞાન કસોટી વિભાગો દ્વારા વિદ્યાર્થીઓના ગણિત કૌશલ્‍યમાં અને સામાન્‍ય જ્ઞાનમાં રસપ્રદ રીતે નોંધપાત્ર વધારો થશે. શિક્ષકો, વિદ્યાર્થીઓને દેશ અને દુનિયાની વર્તમાન તથા ઐતિહાસિક માહિતી મળી રહે તે માટે ‘‘જ્ઞાન સરિતા'', ‘‘જ્ઞાન શાળા'' અને ‘‘જ્ઞાન જિજ્ઞાસા'' જેવા માહિતીસભર વિભાગો પણ નિયમિતપણે આપવામાં આવે છે.  સામયિકમાં આવતા દરેક વિષયની સરળ ગુજરાતી ભાષામાં સમજાવતી આકળતિઓ આ સામયિકનું જમાપાસું છે. જે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી નીવડશે.

શાળાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય અને જ્ઞાન વળદ્ધિ માટે, તેમજ શિક્ષકોને સહાયરૂપ થતાં ગ્‍લોસી ઈમ્‍પોર્ટેડ પેપરમાં પ્રસિદ્ધ થતાં ઉત્તમ વાંચનસામગ્રીથી ભરપૂર આ સામયિકની કિંમત ફક્‍ત ૫૦ રૂપિયા છે. આ સમિયકનું સૂત્ર છે ‘‘જય જ્ઞાન,જય વિજ્ઞાન અને જય અનુસંધાન''. જેને આ સામયિકના તંત્રી અને સામયિકની ટીમે સુપેરે સાર્થક કરી બતાવ્‍યુ છે. આ મેગેઝિન પ્રાપ્ત કરવા માટે મો. નં. ૮૫૧૧૭૯૨૯૦૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(10:47 AM IST)