<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સિંહઃ સદીઓથી ભવ્‍યતા, શૌર્ય, બહાદુરી અને ગૌરવના પ્રતીક

આજે ૧૦ ઓગસ્‍ટઃ વિશ્વ સિંહ દિવસ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સિંહ સંરક્ષણ સંકલ્‍પ થકી ગીર થી લઈને બરડા સુધી સાવજની ગર્જના બની સિંહોના સંરક્ષણનો મજબૂત સંકલ્‍પઃ સાવજનું પ્રાચીન સમયથી જ માનવીય મૂલ્‍યો સાથે અતૂટ જોડાણઃ રાજકીયથી લઈ ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક સામ્‍યતાઓ

દેવભૂમિ દ્વારકા તા.૧૦: સમગ્ર વિશ્વમાં આજે તા.૧૦મી ઓગસ્‍ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો મુખ્‍ય હેતુ સિંહોના સંરક્ષણ, તેમના કુદરતી આવાસની જાળવણી અને માનવ-વન્‍યજીવ સહઅસ્‍તિત્‍વ અંગે જનજાગળતિ કેળવી સિંહોના અસ્‍તિત્‍વને સુરક્ષિત કરવાનો છે. માનવીય મૂલ્‍યો સાથે સિંહ ઘણી બધી રીતે જોડાયેલા છે. જેમ કે, રાજકીય, સાંસ્‍કળતિક, ધાર્મિક, નૈતિક, આર્થિક, પર્યાવરણીય બાબતો અને સામાજિક રીતે મનુષ્‍ય અને સિંહમાં ઘણું સામ્‍ય છે. વિશ્વના ઘણા બધા ભાગોમાં હજારો વર્ષો પહેલાંથી સિંહ એક મહત્‍વના પ્રતીક તરીકે સ્‍થાન પામ્‍યો છે.

ભગવાન શ્રીકળષ્‍ણએ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં કહ્યુ છે કે, પ્રાચીનથી મધ્‍યયુગ સુધીમાં ગુફાચિત્રો, ભીંતચિત્રો, સાહિત્‍ય, પ્રતિમાઓ, વાર્તાઓ, ધાર્મિક સભારંભો, સાંસ્‍કળતિક કાર્યક્રમો, ધ્‍વજ અને બીજી અનેક જગ્‍યાએ સિંહને સ્‍થાન મળ્‍યું છે. એશિયાઇ સિંહોને સ્‍થાનિકમાં સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્‍બર શેર તરીકે ઓળખવામાં આવે છે. સિંહને અંગ્રેજીમાં Asiatic Lion કહેવામાં આવે  છે. સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera leo Persica છે. દુનિયામાં ભાગ્‍યે જ કોઈ એવી વ્‍યક્‍તિ હશે કે જેણે સિંહ કે સાવજ શબ્‍દ સાંભળ્‍યો ન હોય! આપણે જ્‍યારે ‘‘સિંહ'' શબ્‍દ સાંભળીએ તો આપણા મગજમાં એક આકળતિ રચાય છે. ‘‘દુનિયાનું એક શક્‍તિશાળી અને સુંદર પ્રાણી.''

સિંહોની ઐતિહાસિક પળષ્ઠભૂમિ

ગીરનો સિંહ પુસ્‍તકમાં લેખક  ડો.સંદિપકુમાર અને બીજા લેખક  મોઇન પઠાણે આ પુસ્‍તકમાં એવું નોંધ્‍યુ છે કે, ઐતિહાસિક રીતે સિંહ સમગ્ર મધ્‍ય તહેરિન, આરબ દેશો અને ભારતમાં હતા અને આફ્રિકા સુધી વિસ્‍તારેલા હતા. એક માન્‍યતા એવી છે કે ઈ.સ. ૧૧૦૦માં યુરોપમાંથી સિંહ નામશેષ થઈ ગયા. ૧૨મી સદીમાં પેલેસ્‍ટાઈનમાં અને ૧૯મી સદીની શરૂઆત સુધીમાં સિરિયા અને ઈરાનમાં સિંહ જોવા મળ્‍યા હોય તેવા પુરાવા છે. સિંહ હવે માત્ર આફ્રિકા અને ભારતમાં બચ્‍યા છે. આશરે ૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકન એશિયાઈ સિંહ જુદા પડી ગયા હતા. એ સમયે સિંહ બિહારથી લઈને પંજાબ, રાજસ્‍થાન અને ગુજરાત સુધી વિહરતા હતા.

સિંહોનો લુપ્ત થવાનો સમય જોઈએ તો બિહારમાંથી ૧૮૪૦, દિલ્‍હીમાંથી ૧૮૩૪, ભાગલપુરમાંથી ૧૮૪૨, પૂર્વીય વિંધ્‍ય અને બુંદેલખંડમાંથી ૧૮૬૫, મધ્‍ય ભારતમાંથી અને રાજસ્‍થાનમાંથી ૧૮૭૦ અને પヘુિમ અરવલ્લીના વિસ્‍તારોમાંથી ૧૮૮૦માં સિંહ લુપ્ત થઈ ગયા હતા. સૌરાષ્‍ટ્રની બહાર છેલ્લો સિંહ ૧૮૮૪માં નોંધાયો હતો. શિકારની પ્રવળતિએ ભારતના બીજા ભાગોમાંથી ૧૮૮૦ સુધીમાં સિંહની વસ્‍તીને નામશેષ બનાવી દીધી હતી.

સૌરાષ્‍ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, આલેચના ડુંગરા, બરડા ડુંગર, ગીર અને ગીરનારમાં અસ્‍તિત્‍વ ધરાવતા હતા. ૧૯મી સદીની શરૂઆતમાં ખેતી અને આધુનિકીકરણના કારણે જંગલો ઘટવાથી ગીર, ગીરનાર અને આલેચ તથા બરડા વચ્‍ચેના અવરજવરના માર્ગો બંધ થઈ ગયા. આથી છેવટે સિંહની વસ્‍તી ગીરનાં જંગલો પૂરતી સીમિત રહી ગયા.

રાજકીય, સામાજિકથી લઈ ધાર્મિક મહત્‍વ સુધી

રાષ્‍ટ્ર હોય કે ધર્મ, સિંહ હંમેશાં ભવ્‍યતા, બહાદુરી અને સંસ્‍કારના ઙ્કતીક સમો રહ્યો છે. ભગવાનને પણ સિંહનાં લક્ષણોથી સંબોધિત કરવામાં આવે છે. તે બળવાન, નિર્ભય, ભયાનક અને વિધ્‍વંસક છે. આશરે ૩૨,૦૦૦ વર્ષ પહેલાં મધ્‍યયુરોપમાં પશુ આકળતિની એક મૂર્તિ મળી. આ મૂર્તિનું અડધું શરીર માણસનું અને અડધું સિંહનું હતું. આવી બીજી કોઈ મૂર્તિ મળી નથી. ધાર્મિક રીતે આને ભગવાનની મૂર્તિ માનવામાં આવી. ઐતિહાસિક અને ધાર્મિક રીતે અર્ધમાનવ અને સિંહની આવી પ્રતિમાઓ રક્ષક અને ભગવાનની શક્‍તિનું પ્રતીક માનવામાં આવે છે. વિશ્વમાં આવા ઐતિહાસિક પુરાવા બીજાં ઘણાં સ્‍થળોએ મળ્‍યા છે. મોટામાં મોટી પ્રતિમા ઇજીપ્તના સ્‍ફિનક્ષની છે જે અર્ધમાનવラસિંહ આકળતિ વાળાં દેવી છે. સેખમેત એ પુરાતન ઇજિપ્તનાં દેવી છે. તે યુદ્ધનાં દેવી છે.

આ પુસ્‍તકમાં જણાવ્‍યા મુજબ ધર્મ ગ્રંથોમાં પણ સિંહનો ઉલ્લેખ જોવા મળે છે. બાઇબલમાં સિંહનો ઉલ્લેખ સત્તા અને શક્‍તિ તરીકે કરવામાં આવ્‍યો છે. ઇસુના LION OF JUDAH છે. બાઇબલમાં સિંહ અને સિંહની સરખામણી વિશે ઘણું બધું લખવામાં આવ્‍યું છે. સિંહ જે પશુઓ વચ્‍ચે પ્રભાવશાળી છે તે કદી પાછો નથી પડતો. તેના ચાર મુખ છે. એક મુખ દેવદૂતનું છે. બીજું મનુષ્‍યનું, ત્રીજું સિંહનું અને ચોથું બાજ પક્ષીનું. તેઓ સાથે મળીને સિંહ જેવી ગર્જના કરી શકે અને સિંહના બાળકની માફક ઘુરકિયાં કરી શકે. આ બધી બાબતો ખ્રિસ્‍તી ધર્મમાં સિંહનું મહત્ત્વ બતાવે છે. ભગવાન ઇસુને પણ સિંહનું પ્રતીક આપવામાં આવ્‍યું છે. ઇસુ ખ્રિસ્‍તના સંદર્ભમાં સિંહને સંયમ અને ભવ્‍યતાના તેજ સમા ગણવામાં આવે છે.

ઇસ્‍લામ ધર્મમાં પણ સિંહનું ઘણું મહત્ત્વનું સ્‍થાન છે. મહમંદ પયગંબર(સ.અ.વ.)ના કાકા હમઝા-ઇબ્‍ન- અબ્‍દુલラમુત્તલિબને અલ્લાહના સિંહ અને સ્‍વર્ગના સિંહ તરીકે ગણવામાં આવ્‍યા છે. સિંહના માથાવાળા દેવદૂતો અલ્લાહના સિંહાસનને ટેકો કરે છે. ઇસ્‍લામિક કળામાં પણ સિંહ આકળતિઓને સ્‍થાન છે.

સાવજોનું બરડામાં  પુનરાગમન

ઐતિહાસિક રીતે, એશિયાઈ સિંહો રાજસ્‍થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્‍યપ્રદેશ, બિહાર અને ઓડિશા રાજ્‍યો સહિત ભારતના વિશાળ ભાગોમાં વિહરતા હતા. ગુજરાતમાં ધ્રાંગધ્રા, ચોટીલા, બરડા ટેકરીઓ, પાલિતાણાની ટેકરીઓ, ગીર અને ગિરનાર જેવા વિસ્‍તારોમાં સિંહની હાજરી નોંધપાત્ર હતી. બરડા વન્‍યજીવ અભયારણ્‍યમાં છેલ્લે વર્ષ ૧૮૭૯માં સિંહનું જૂથ જોવા મળ્‍યું હતું.(૨.૫)

 

સંદર્ભ પુસ્‍તકઃ ગીરનો સિંહ

સંકલનઃ મયંક ગોજીયા

માહિતી બ્‍યુરોઃ દેવભૂમિ દ્વારકા

(1:32 PM IST)