તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
વડોદરાના વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી
આર.કે. ફિટનેસ જીમ પાસે વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો: બંને પક્ષ વચ્ચે ગાળાગાળી અને મારામારી

વડોદરાના વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી. આર.કે. ફિટનેસ જીમ પાસે વાહન પાર્ક કરવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે ગાળાગાળી અને મારામારીના આક્ષેપો સાથે સામસામે ફરિયાદ નોંધાવાઇ છે, લાકડાના ડંડાથી હુમલો કર્યાનો એક પક્ષનો આક્ષેપ છે
હુમલામાં જીમના સંચાલક રોશન કુશવાહાને માથાના ભાગે ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા છે. મારામારી બાદ રોશનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ થયો છે પરિવારજનો અને મિત્રો વચ્ચે પડતા વધુ મારમાંથી છોડાવ્યો હતો. સામા પક્ષે પણ ગડદાપાટુનો માર માર્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે બંને પક્ષની ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વડસર બ્રિજ નીચે પાર્કિંગ મુદ્દે થયેલી મારામારીથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
