તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
તમે અમારા નોકર છો, તમે અમારા સ્લેવ છોઃ સુરતમાં સિનિયરોના ત્રાસથી ડોક્ટરે જીવન ટૂંકાવ્યું
સુરતની સિવિલ હોસ્ટેલ ડોક્ટર આપઘાત કેસમાં એક ભયાનક હકીકત સામે આવી

સુરત તા.૧૦: સુરત સિવિલ હોસ્ટેલ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એક મોટો ખુલાસો થયો છે. રાજ્ય સરકારને મોકલેલા રિપોર્ટમાં રેગિગ થયું હોવાનું સામે આવ્યું છે. ૪ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. આ હકીકત સામે આવ્યાં બાદ ચારેય વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે.
મૃતક ડોક્ટરનું સિનિયર ડોક્ટર દ્વારા રેગિગ કરાતુ હતું જેમાં સિનિયર ડોક્ટર દ્વારા વારંવાર કહેવાતું કે અમે તમારા બોસ છીએ, તમે અમારા સ્લેવ છો તે ઉપરાંત ડોક્ટરને બે કલાક સુધી ગોંધી રાખીને કામના બહાને સટકી જવાનો તથા માનસિક યાતનાનો પણ રિપોર્ટ ઉલ્લેખ કરાયો હતો.
તે ઉપરાંત ડો. હર્ષને સતત અપશબ્દો કહીને માનસિક રીતે પરેશાન કરતા હતા. રિપોર્ટ બાદ સ્પસ્ટ બન્યું છે કે સિનિયરોના ત્રાસને કારણે ડોક્ટરે આપઘાત કર્યો હતો.
મૃતક ડોક્ટરના સંબંધી શૈલેષ પાઠકે એવું કહ્યું કે જ્યાં સુધી FRI નહીં નોંધાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે ઘટનાઓ બની રહી છે. ઘટનામાં માત્ર સસ્પેન્ડ નહીં પણ ડોક્ટરો સામે ગુનો નોંધાવવો જોઈએ.
હર્ષ પંડ્યાનો પાર્થિવ દેહ મોડાસા લવાયો હતો જ્યાં ગમગીનીભર્યા માહોલમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. પરિવારજનો અને સામાજિક અગ્રણીઓને ઘેરો શોક લાગ્યો હતો.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુબ જ ગંભીરતા દાખવીને નવી સિવિલ તબીબી અધિક્ષક અને મેડીકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે મંત્રીએ આપઘાત કરનાર ડોક્ટરના પિતા ફોન પર વાત કરીને સાંત્વના પાઠવી તેમજ ન્યાય આપવાની ખાતરી આપી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા પીજી હોસ્ટેલના રૂમ નંબર ૧૦૦૫માં રહેતા મૂળ મોડાસાના ૩૦ વર્ષીય રેસિડેન્ટ તબીબ ડો. હર્ષ પંડ્યાએ આપઘાત કરી લેતાં સિવિલ હોસ્પિટલ અને પીજી હોસ્ટેલમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ડો. હર્ષે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતક ડો. હર્ષ પંડ્યા મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા અને અપરિણીત હતા. તેઓ સુરત સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
