તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
વિશ્વ સિંહ દિવસ : સિંહો અને માનવો વચ્ચે વધેલુ ઘર્ષણ એક ગંભીર મુદ્દો... છતાં સમજવું તો માનવોએ જ પડશે
વિશ્વ સિંહ દિવસની ઉજવણી માત્ર એક નાટક છે, તેનો બોયકોટ કરીએ

‘વિશ્વ સિંહ દિવસની ઉજવણી માત્ર એક નાટક છે, તેનો બોયકોટ કરીએ...' વર્ષોથી ગીરનું વન અને વનરાજ જેમનાં હૃદયમાં ધબકારા લે છે, અને તેનાં સંરક્ષણ અને સંવર્ધન પાછળ જીવન સમર્પિત કર્યું છે તેવા કેટલાંક સમર્પિત અને જ્ઞાની મિત્રો આવું શા માટે કહે છે? સિંહ સંરક્ષણ નાં સવાસો વર્ષોનાં ઈતિહાસમાં કયારેય ન બનેલ હોય, તેવી દુઃખદ ઘટનાઓ આપણી નજર સામે બની રહી છે, અને તેનું કારણ એ છે કે કુદરતી વનો અને વન્ય સળષ્ટિ નું સંરક્ષણ કરવાની જવાબદારી જે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારનાં વન વિભાગ પાસે છે, તેમનાં દ્વારા જ વિકાસનાં નામે વિનાશ થાય તેવા નિર્ણયો લેવાઈ રહ્યાં છે! ગીર રૂપી મંદિરનાં પાયા હચમચાવી નાખે તેવા વિકાસની જરૂર છે? આવા ગેરકાનૂની અને ક્ષતિયુક્ત નિર્ણયો સુધારવા માટે માનનીય વડાપ્રધાન શ્રી તથા મુખ્યમંત્રી શ્રી સહિત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની સર્વોચ્ચ ઓથોરિટીઝને ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાઝ, એનજીઓઝ અને સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઇફનાં સભ્યો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં જાણે નિષ્ઠુર દિવાલો સાથે માથાં ભટકાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે! ત્યારે દુઃખી અને ભગ્ન હૃદયે વિશ્વ સિંહ દિવસનો બહિષ્કાર કરવાનું કોઈ કહે તેમાં નવાઈ નથી લાગતી.
બીજી તરફ છેલ્લાં દોઢ-બે મહિનાઓમાં ઉપરાઉપરી મનુષ્યો અને સિંહોનાં ઘર્ષણના બનાવો બન્યાં તેમાં કેટલાંક મનુષ્યોનાં અતિશય દુઃખદ અને કરૂણ મળત્યુ થયાં. આ ગામોનાં અમુક લોકો માંગણી કરી રહ્યાં છે કે સિંહોને ગીર જંગલનાં ૧૪૧૨ વર્ગ કિલોમીટરમાં જ રાખો. જો અમારાં ગામમાં આવશે તો અમે અમારી રીતે જોઈ લઈશું! તેમનો આક્રોશ પણ સ્વાભાવિક છે.
આજે દેશ અને દુનિયા સિંહોનાં સંરક્ષણ માટે જાગળતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહેલાં છે, ત્યારે મારાં ગીરનાં સાડા પાંચ દાયકાઓ તેમજ ચાર દાયકાઓથી સિંહોને નજીકથી નિહાળવાનાં અનુભવે સિંહો માટે પ્રવર્તમાન કેટલીક મિથ્સ (ગેર માન્યતાઓ) વિશે જણાવું. તેમની રહેણીકરણી અને સ્વભાવથી પરિચિત થઈશું તો મનુષ્યો અને સિંહો વચ્ચે વર્ષોથી મહદ્ અંશે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ રહ્યું છે, તે ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે.
મિથ (ગેર માન્યતા)અને સત્ય
સિંહોનાં સ્વભાવ બદલાઈ ગયા છે, તેથી હવે તેઓ હુમલાખોર અને માનવભક્ષી થઈ ગયાં છે.
તાજેતરમાં મનુષ્યો પર હુમલાનાં જેટલાં બનાવો બન્યાં છે, તે જાણ્યે-અજાણ્યે સિંહની તદ્દન નજીક જવાથી અથવા તેને છંછેડવાથી બનેલ છે. સિંહોનાં નહીં પરંતુ મનુષ્યોનાં સ્વભાવમાં પરિવર્તન આવેલ છે, તેથી જ આ ઘટનાઓ બની છે. અસંખ્ય ગેરકાયદે હોટલો અને રિસોર્ટસમાં રહેતાં પ્રવાસીઓ અને લાયન શોનું પરિણામ છે. ગીરમાંથી માલધારીઓને પરાણે બહાર કાઢયાં એટલે સિંહો બહાર આવી ગયાં.
૧૯૭૨ થી ૧૯૮૫-૮૬ દરમિયાન માલધારી પરિવારોને ગીર અભયારણ્ય ની બહાર સ્વેચ્છાએ વસવાટ કરવાની સ્કીમ અમલમાં હતી. પરિવાર દીઠ રોકડ રકમ, જમીન તથા અન્ય વળતર આપી કુલ ૧૨૯ નેસમાંથી ૫૫ નેસને ગીરની આજુબાજુનાં ગામોમાં વસાવ્યાં હતાં. કેટલાંક નેસમાંથી અમુક પરિવારો (આંશિક રીતે) શિફ્ટ થયાં હતાં. તે સમયે ગીરમાં ૧૨૯ નેસમાં ૮૪૫ માલધારી પરિવારો અને ૧૬,૮૫૨ માલ-ઢોર હતાં. ૨૦૨૨ માં પ્રસિદ્ધ થયેલ ગીર મેનેજમેન્ટ પ્લાન મુજબ ગીરમાં ૪૪ નેસમાં ૪૩૧૭ માલધારીઓ અને ૨૧,૭૪૬ માલ-ઢોર વસવાટ કરતાં હતાં. હાલ તેમની સંખ્યા વધારે હોઈ શકે. કેટલાંક કારણોસર વળતર લીધું હોવા છતાં અમુક માલધારી પરિવારો થોડાં સમયમાં જ તેમનાં માલ-ઢોર લઈ ગીર અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે પરત આવી ગયાં હતાં! તેઓ અને તેમની નવી પેઢીઓ આજે પણ તેમનાં માલ-ઢોર સાથે ગીરમાં રહે છે, અને ચરીયાણનો મસવાળી પાસ પણ ધરાવે છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો હાલ ગીરમાં માત્ર ૪૪ નેસ છે, પરંતુ તેમનાં પરિવારજનોની અને માલ-ઢોરની સંખ્યા વધતાં નવાં નવાં ઝોક (આવાસો) બનતાં જાય છે. બહારથી બીજા પશુપાલકોના દૂધાળા માલ-ઢોર પણ લાવીને રાખે છે. દોઢ દાયકાઓ સુધી ચાલેલી આ યોજનાનું ધાર્યું પરિણામ મળ્યું નહીં.
ગીરમાં ખોરાક ઘટી ગયો છે, તેથી સિંહો ખોરાકની શોધમાં બહાર આવે છે.
વર્ષો પહેલાં ચિતલ, નીલગાય, સાબર, જંગલી ભૂંડ, ચિંકારા, કાળીયાળ, ચૌશિંગા, વિગેરે જેવાં ચોપગા વન્ય પ્રાણીઓની કુલ સંખ્યા ૧૦,૦૦૦ હતી, જે ૨૦૨૩ માં ૯૧,૩૪૫ નોંધાયેલ છે. તેમની સંખ્યા વધતાં બળહદ ગીરનાં ગામોનાં વાડી-ખેતરોમાં આવવા લાગ્યાં. તેમની પાછળ સિંહો પણ બહાર આવતાં ગયાં, અને જે વિસ્તારોમાં અનુકૂળ વાતાવરણ મળ્યું ત્યાં રહેવા પણ લાગ્યાં. ચાલીસેક જેટલાં વર્ષોથી બની રહેલી આ એક કુદરતી પ્રક્રિયા છે. સિંહોને ગીર અભયારણ્યમાં તથા બહાર બળહદ ગીરનાં વિસ્તારોમાં પણ ચોપગા વન્ય પ્રાણીઓ તથા માલ-ઢોર પૂરતાં પ્રમાણમાં મળી રહે છે.
ગીરનું જંગલ ખૂબ ઘાટું થઈ ગયું છે, ઘાસનાં ખુલ્લાં મેદાનો રહ્યાં નથી. આ કારણોસર સિંહો શિકારને જોઈ શકતાં નથી કે તેમની પાછળ દોડીને શિકાર કરી શકતાં નથી.
ગીર અને ગિરનાર પહેલેથી જ ટેકરાળ વિસ્તાર છે. તેમાં વિવિધ પ્રકારનાં હેબિટાટસ છે. સિંહો અહીં તથા આફ્રિકાનાં દેશોમાં પણ ઘણા પ્રકારનાં હેબિટાટસમાં વસે છે, અને તેમની સાથે અનુકૂલન કેળવી લીધેલ છે. કોંગો નાં ગાઢ વર્ષા વનોમાં અને દક્ષિણ આફ્રિકાનાં ફુગર નેશનલ પાર્ક નાં વૂડલેન્ડઝ માં પણ સિંહો છે. ગીરમાં હંમેશા સિંહો એમ્બુશિંગ કરીને એટલે કે સંતાઈને શિકાર કરે છે, તેમને વધારે ચપળ હરણ પાછળ દોડીને શક્તિ વ્યર્થ કરવાની જરૂર જ નથી પડતી! ગીરમાં દીપડાઓ પણ ઘણાં છે. દીપડો ચાલાક શિકારી છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે દીપડો શિકાર કરે અને સિંહ તેની પાસેથી ઝૂંટવી લે છે.
માલધારીઓ સિંહોને મારતાં નથી, તેથી સિંહો માટે લાભદાયક છે.
માલધારીઓ અને સિંહો વચ્ચે ઘર્ષણ ભાગ્યે જોવાં મળે છે, પરંતુ તેમની વચ્ચે કુદરતી સંસાધનો જેવા કે પાણી, ઘાસચારો અને અભયારણ્ય ની અંદર જગ્યા માં પરસ્પર હરીફાઈ છે જ. ગીરમાં કુવાડીયો નહોતો, પરંતુ જ્યારથી ગાયો-ભેંસો માટે બહારથી જુદાં જુદાં બીજ મિશ્રિત તૈયાર ખોરાક આપવામાં આવ્યો, ત્યારથી ગીરમાં કુવાડીયા ની એન્ટ્રી થઈ ગઈ. જ્યાં જ્યાં માલ-ઢોર ચરીયાણ માટે જાય છે ત્યાં ત્યાં કુવાડીયો ફેલાતો જાય છે. કુવાડીયો તળણભક્ષી પ્રાણીઓ ખાતાં નથી, અને તે વિસ્તારમાં સારું ઘાસ પણ થતું નથી. બગડી રહેલાં હેબિટાટને રીસ્ટોર કરવાનું કાર્ય થઈ રહ્યું છે, પરંતુ તે ખૂબ જ કપરું અને ખર્ચાળ છે. માલધારીઓ છાણ એકઠું કરી ટ્રેક્ટર કે ટ્રક દ્વારા અભયારણ્ય ની બહાર લઈ જઈ તેનું વેંચાણ કરે છે. છાણ સાથે અભયારણ્યની ફળદ્રુપ જમીનનો ઉપરનો ભાગ/માટી પણ બહાર ચાલ્યો જાય છે. આ નજરે ન દેખાય તેવી પરંતુ જમીનને કાયમ માટે નુકસાન કરે રાખે તેવી પ્રક્રિયા છે.
સિંહ શિકાર ન કરી શકે તેટલો વળદ્ધ કે ઘાયલ થઈ જાય અથવા એક વખત માણસનું લોહી ચાખી જાય એટલે માણસ ખાવ બની જાય.
સિંહ શક્તિશાળી શિકારી છે, તથા સારો સ્કેવેન્જર પણ છે. બીજાં સિંહ કે સિંહણ શિકાર કરે તેમાંથી તેને ખોરાક મળી રહે છે. અગાઉ જણાવ્યું તે મુજબ દીપડાએ કરેલ મારણ પણ આરામથી આરોગે છે. બળહદ ગીરમાં ૧૫ વર્ષોથી અભ્યાસ કરી રહેલાં જૂનાગઢના ડૉ. જલ્પનભાઈ રૂપાપરા અને ડૉ. પૂર્વેશભાઈ કાચા નાં અવલોકનો દર્શાવે છે કે આવી પરિસ્થિતિમાં પણ સિંહો મનુષ્યો પર હુમલો કરતાં નથી.
મોટાભાગનાં સિંહો ગીરમાંથી બળહદ ગીરનાં ગામો માં આવી ગયા છે.
- ૧૬ માં સિંહ વસ્તી અંદાજ ૨૦૨૫ માં કુલ ૮૯૧ સિંહો નોંધાયા છે. તેમાંથી ૫૬ ટકા આરક્ષિત
વિસ્તારો તથા તેમની આજુબાજુનાં બફરઝોન માં છે, બાકીનાં ૪૪ ટકા સિંહો રેવન્યુ વિસ્તારોમાં છે. આ રેવન્યુ વિસ્તાર આશરે ૩૨,૦૦૦ વર્ગ કિલોમીટરનો છે.
સિંહોથી કોઈ લાભ નથી.
કુદરતી વનો સમગ્ર જીવ સળષ્ટિને જીવવા માટે જરૂરી તેવો પ્રાણવાયુ આપે છે, વરસાદ લાવે છે અને ગ્લોબલ ર્વોમિંગ સામે સુરક્ષા છત્ર આપે છે. ગીરમાંથી બારેમાસ વહેતી સાત નદીઓ અને ચાર મોટાં ડેમ અનેક ગામોને ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડે છે. ગીરમાં જો સિંહ ન હોત તો બીજાં અનેક વન વિસ્તારોની જેમ ત્યાં પણ ખાણો, ઉદ્યોગો અને ગામો વસી ગયાં હોત. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી કેસર કેરી પણ નામશેષ થઈ ગયી હોત. ઉપરાંત સિંહો નીલગાય, જંગલી ભૂંડ, વિગેરે ની વસ્તી નિયંત્રણમાં રાખે છે, તેથી અનેક ખેડૂત પરિવારો તેને ખેડૂત મિત્ર માને છે.
કયાંય જતાં હોઈએ અને સિંહ મળી જાય તો સિંહ દર્શન કરવું એ ગુન્હો છે.
સિંહને દૂરથી વાહનમાં બેઠાં બેઠાં શાંતિથી નિહાળવો તે ગુન્હો નથી, પરંતુ તેને ડીસ્ટર્બ કરવો કે લોકોને એકઠાં કરવા તે ગુનાહિત કળત્ય છે.
ગીરની બહાર મનુષ્ય વિસ્તારોમાં સિંહો ખૂબ જ વધી ગયાં છે, તેમને ગીરમાં પાછાં લઈ જવાં જોઈએ.
આરક્ષિત વિસ્તારો તથા બળહદ ગીર એ બંને મળીને ૩૫,૦૦૦ વર્ગ કિલોમીટરનો એશિયાટીક લાયન લેન્ડસ્કેપ બન્યો છે. વન વિસ્તારોની બહાર સિંહોની ડેન્સિટી માત્ર ૧.૭૬ સિંહ (બે થી પણ ઓછાં) પ્રતિ ૧૦૦ વર્ગ કિલોમીટર છે. ઉપરાંત બધાં જ વન્ય પ્રાણીઓને વનની અંદર જ રાખવા અશકય છે. અગાઉ ગીર વન વિસ્તાર જેતપુર સુધી આશરે ૫,૦૦૦ વર્ગ કિલોમીટર નો હતો. ખરેખર તો આપણે સિંહનાં ઘરમાં આવી ગયાં છીએ! વિશ્વભરમાં વાઘ, દીપડા, હાથી, ગેંડા, રીંછ, વિગેરે અનેક મોટાં સસ્તન પ્રાણીઓ મનુષ્ય વિસ્તારોમાં રહે છે. કોઈને ગમે કે ના ગમે, વન્ય પ્રાણીઓ અને મનુષ્યોનું સહજીવન એક સ્વિકારવુ પડે તેવું સત્ય છે. થોડી તકેદારી રાખવાથી મહદ્ અંશે ઘર્ષણ નિવારી શકાય છે. સાથો સાથ બળહદ ગીરમાં વૈજ્ઞાનિક ઢબે મેનેજમેન્ટની પોલીસી, પ્લાનિંગ અને આયોજન કરવાની તાતી જરૂરીયાત છે.
સિંહનાં પંજામાં એક ટનની તાકાત હોય છે, તે પંજાના પ્રહારથી જ મોટાં પ્રાણીને જમીન પર પછાડી દે છે.
સિંહનાં પંજાના મોટાં નખ તેનાં શિકારને પકડી રાખવામાં ઉપયોગી થાય છે. શિકારને મારવા માટે દસ સેન્ટીમીટર લાંબા ચાર રાક્ષી દાંત અને ૬૫૦ થી ૧૦૦૦ પાઉન્ડ પ્રતિ સ્ક્વેર ઈંચનો બાઈટ ફોર્સ કામ આવે છે. મોટાં પ્રાણીનો શિકાર કરવા માટે તેની ઉપર ચડી, કરોડરજ્જુમાં દાંત બેસાડી તેને નિષ્ક્રિય કરી દે છે. પ્રાણી નીચે પડી જાય પછી ગળામાંથી શ્વાસનળી જકડી રાખી તેનો શ્વાસ રૂંધી નાંખે છે.
સન ૨૦૧૩ થી અમેરિકાના બીગકેટ રેસ્કયુ અને નેશનલ જીયોગ્રાફિક દ્વારા ૧૦ મી ઓગસ્ટ ને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકામાં સિંહ નથી છતાં પણ આ સંગઠનો સિંહ સંવર્ધન માટે વિશ્વભરમાં જાગળતિ ફેલાવે છે. એશિયાઈ સિંહો આપણું ગૌરવ છે, તેમનું સંરક્ષણ કરવાની બધાં જ નાગરિકોની ફરજ છે. આવો આપણે સાથે મળીને કુદરતી વનો અને વનરાજ નું સંરક્ષણ અને સંવર્ધન વધુ સારી રીતે કરીએ.
લોકપ્રિય અકિલા દૈનિકનાં સિંહ પ્રેમી વાંચકોને વિશ્વ સિંહ દિવસની અનેક શુભેચ્છાઓ.
: આલેખન :
ભૂષણ પંડ્યા
પૂર્વ સભ્ય, સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડલાઇફ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર
મોબાઈલ નંબરઃ ૯૪૨૮૨ ૦૩૧૧૭
E-mail: [email protected]
આલેખન અને તસવીરોઃ ભૂષણ પંડ્યા
: સાભાર સૌજન્ય :
જયદેવસિંહ જાડેજા

(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
