તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
અમદાવાદના કાલુપુરમાં ઘીકાંટા ચાર રસ્તા પાસે થયેલી લૂંટના કેસમાં ઝોન-3 LCBએ બે આરોપીની ધરપકડ કરી
આરોપીઓએ એક્ટિવા ચાલકને ટક્કર મારી નીચે પાડી દઈને રોકડ ભરેલી થેલી લઈને ફરાર થયા હતા :પોલીસે શાહરુખ ઉર્ફે કેલા અંસારી અને જાફર શેખને ઝડપી પાડ્યા

અમદાવાદના કાલુપુરમાં ગઈકાલે ઘીકાંટા ચાર રસ્તા પાસે થયેલી લૂંટના કેસમાં ઝોન-3 LCBએ બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ એક્ટિવા ચાલકને ટક્કર મારી નીચે પાડી દીધો હતો અને રોકડ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે શાહરુખ ઉર્ફે કેલા અંસારી અને જાફર શેખને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.2.39 લાખ રોકડા કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લૂંટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ અને અગાઉના ગુનાઓ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
