<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

હિંમતનગર નજીકનું ગ્રોમોર કેમ્પસ ફરી એકવાર વિવાદમાં :સફાઈકર્મીને દશથી બાર ફુટ ઉંડી ગંદી ગટરમાં ઉતરવા ટ્રસ્ટીએ દબાણ કરતા ફરિયાદ

સફાઈ કર્મીને ફરજમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી ગંદકી ભરેલ ગટરમાં ઉતરવા દબાણ કર્યું:ગંદી ગટર અને જીવને જોખમમાં મુકવા દબાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠાના હિંમતનગર નજીકનું વિવાદાસ્પદ ગ્રોમોર કેમ્પસ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. સફાઈકર્મીને દશથી બાર ફુટ ઉંડી ગંદી ગટરમાં ઉતરવા ટ્રસ્ટીએ દબાણ કરતા ફરિયાદ કરાઈ છે. સફાઈ કર્મીને ફરજમાંથી કાઢી મુકવાની ધમકીઓ આપી ગંદકી ભરેલ ગટરમાં ઉતરવા દબાણ કર્યું હતું. ગંદી ગટર અને જીવને જોખમમાં મુકવા દબાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સફાઈ કર્મીએ મશીનરીનો ઉપયોગ કરવા કહેવા છતાં દબાણ કર્યું. ગાંભોઈ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ટ્રસ્ટી પલક પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપી ટ્રસ્ટીની ધરપકડ કરવા સહિત અન્ય દબાણ કરનારાઓની તપાસ હાથ ધરી છે.

(6:54 PM IST)