તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચનો સપાટો :ઘી કાંટા પોસ્ટ ઓફિસમાંથી અંદાજે 60 લાખના કફ સીરપનો જથ્થો જપ્ત: બે આરોપીઓની ધરપકડ
પ્રામા હેલ્થ કેરના સંચાલકો હિરેન પટેલ અને પાર્શ્વ વોરાની ધરપકડ કરાઈ :લાયસન્સ વગર કફ સીરપ યુપી, મિઝોરમ, આસામ અને ત્રિપુરામાં મોકલાતો :બંને આરોપીઓ 14 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર .

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદેસર કફ સીરપના વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં અંદાજે 60 લાખ રૂપિયાની કફ સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ઘી કાંટા પોસ્ટ ઓફિસમાંથી શંકાસ્પદ પાર્સલો ઝડપાયા હતા. આ જથ્થો રાજ્ય બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હતી.
SOGની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે જથ્થો પ્રામા હેલ્થ કેર નામની કંપની સાથે સંકળાયેલો હતો. પોલીસે કંપનીના બે સંચાલકો હિરેન પટેલ અને પાર્શ્વ વોરાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર દવાઓના વેપાર અને લાયસન્સ વિના કફ સીરપના સંગ્રહ તથા સપ્લાય સંબંધિત ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું કે કંપનીમાંથી ઉત્તર પ્રદેશ ઉપરાંત મિઝોરમ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ કફ સીરપનો જથ્થો મોકલવામાં આવતો હતો. પોલીસે મિઝોરમની હારમોન કંપનીને મોકલવાના 35 શંકાસ્પદ પાર્સલો જપ્ત કર્યા છે. આ પાર્સલોમાં રહેલી કફ સીરપના ઉપયોગ અને તેની કાયદેસરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ પાસે જરૂરી લાયસન્સ ન હોવા છતાં કફ સીરપનો વેપાર કરવામાં આવતો હતો. દવાઓના નિયમોનું ઉલ્લંઘન કરીને મોટા પ્રમાણમાં જથ્થો વિવિધ રાજ્યોમાં મોકલાતો હોવાનો પ્રાથમિક પુરાવો મળ્યો છે. હવે દવા નિયામક તંત્ર અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવશે.
બંને આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા બાદ 14 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપાયા છે. રિમાન્ડ દરમિયાન સપ્લાય ચેઇન, ખરીદદારો, પરિવહન વ્યવસ્થા અને અન્ય સંકળાયેલા લોકો વિશે મહત્વની માહિતી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ SOGની આ કાર્યવાહી ગેરકાયદેસર દવાઓના વેપાર સામે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચનો સપાટો :ઘી કાંટા પોસ્ટ ઓફિસમાંથી
અંદાજે 60 લાખના કફ સીરપનો જથ્થો જપ્ત: બે આરોપીઓની ધરપકડ
-- પ્રામા હેલ્થ કેરના સંચાલકો હિરેન પટેલ અને પાર્શ્વ વોરાની ધરપકડ કરાઈ :લાયસન્સ વગર કફ સીરપ યુપી, મિઝોરમ, આસામ અને ત્રિપુરામાં મોકલાતો :બંને આરોપીઓ 14 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર .
ફોટો sog
અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદેસર કફ સીરપના વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં અંદાજે 60 લાખ રૂપિયાની કફ સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ઘી કાંટા પોસ્ટ ઓફિસમાંથી શંકાસ્પદ પાર્સલો ઝડપાયા હતા. આ જથ્થો રાજ્ય બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હતી.
SOGની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે જથ્થો પ્રામા હેલ્થ કેર નામની કંપની સાથે સંકળાયેલો હતો. પોલીસે કંપનીના બે સંચાલકો હિરેન પટેલ અને પાર્શ્વ વોરાની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર દવાઓના વેપાર અને લાયસન્સ વિના કફ સીરપના સંગ્રહ તથા સપ્લાય સંબંધિત ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું કે કંપનીમાંથી ઉત્તર પ્રદેશ ઉપરાંત મિઝોરમ, આસામ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ કફ સીરપનો જથ્થો મોકલવામાં આવતો હતો. પોલીસે મિઝોરમની હારમોન કંપનીને મોકલવાના 35 શંકાસ્પદ પાર્સલો જપ્ત કર્યા છે. આ પાર્સલોમાં રહેલી કફ સીરપના ઉપયોગ અને તેની કાયદેસરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ પાસે જરૂરી લાયસન્સ ન હોવા છતાં કફ સીરપનો વેપાર કરવામાં આવતો હતો. દવાઓના નિયમોનું ઉલ્લંઘન કરીને મોટા પ્રમાણમાં જથ્થો વિવિધ રાજ્યોમાં મોકલાતો હોવાનો પ્રાથમિક પુરાવો મળ્યો છે. હવે દવા નિયામક તંત્ર અને અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને સમગ્ર નેટવર્કની તપાસ કરવામાં આવશે.
બંને આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા બાદ 14 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપાયા છે. રિમાન્ડ દરમિયાન સપ્લાય ચેઇન, ખરીદદારો, પરિવહન વ્યવસ્થા અને અન્ય સંકળાયેલા લોકો વિશે મહત્વની માહિતી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ SOGની આ કાર્યવાહી ગેરકાયદેસર દવાઓના વેપાર સામે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
