તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
વડોદરામાં “રાવપુરાના રાજા” ગણપતિની આગમન યાત્રા દરમિયાન મારામારી મામલે 6 આરોપીઓની ધરપકડ
વીડિયોના આધારે મારામારીમાં સંડોવાયેલા શખ્શોની ઓળખ કરાયા બાદ પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરામાં “રાવપુરાના રાજા” ગણપતિની આગમન યાત્રા દરમિયાન મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે રાવપુરા પોલીસે કાર્યવાહી કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગણપતિ આગમન યાત્રા દરમિયાન કેટલાક શખ્શો વચ્ચે મારામારી અને બબાલ થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. વીડિયોના આધારે મારામારીમાં સંડોવાયેલા શખ્શોની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરી ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
