તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
રાજ્યના માથે એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય :આગામી 48 કલાક અતિ ભારે રહેવાની હવામાન વિભાગની આગાહી
અરવલ્લી, મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ :મધ્યમથી ભારે વરસાદની સંભાવના: વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ

અમદાવાદ :આગામી 48 કલાક અતિ ભારે રહેવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી 48 કલાકમાં મેઘગર્જના સાથે મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરવાની તૈયારીમાં છે. રાજ્યના માથે એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.
ગુજરાત પર મોન્સૂન ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો સક્રિય થયા છે. જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળશે. રાજ્યમાં અરવલ્લી, મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
આ તરફ વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે.
રાજ્યમાં અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
જ્યારે સાબરકાંઠા, મહિસાગર, પંચમહાલ, દાહોદ માં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
