<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

સુરતના ઓલપાડના સિવાણ ગામના માલધારી યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

ઘટના સ્થળે બ્રિજ પરથી યુવકની બાઈક મળી આવતાં આસપાસના લોકોએ તંત્રને જાણ કરી

સુરતમાં ઓલપાડ તાલુકાના સિવાણ ગામના એક માલધારી યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવકે નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી નદીના બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી. ઘટના સ્થળે બ્રિજ પરથી યુવકની બાઈક મળી આવતાં આસપાસના લોકોએ તંત્રને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે, જે હાલમાં પણ યથાવત ચાલુ છે.

 

(11:52 PM IST)