તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 11th August 2026
દાહોદમાં DJ મામલે થયેલી બબાલ બાદ આમ આદમી પાર્ટીને બદનામ કરવા પ્રયાસ : જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાનું નિવેદન
રાકેશ બારીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ચૈતરભાઈ વસાવા AAPમાં જોડાયા તે પહેલાંથી જ તેમણે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજનું મજબૂત સંગઠન ઊભું કર્યું હતું

દાહોદમાં DJ મામલે થયેલી બબાલ બાદ આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ ઘટનામાં આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાકેશ બારીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ચૈતરભાઈ વસાવા AAPમાં જોડાયા તે પહેલાંથી જ તેમણે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજનું મજબૂત સંગઠન ઊભું કર્યું હતું. તેથી દાહોદમાં ચૈતરભાઈના સમર્થકો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી પરંતુ સામાજિક રીતે તેમની સાથે છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
