<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અમદાવાદના ચાંદખેડામાં ચોર બેફામ: કારનો કાચ તોડી ₹3 લાખ રોકડા ચોરી કરીને ફરાર

અમદાવાદનાજગતપુર સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્ષ પાસે કારનો કાચ તોડી ₹3 લાખ રોકડા ભરેલી બેગ ચોરી: સ્થાનિક રહીશોએ સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા અને સીસીટીવી આધારે ચોરોને ત્વરિત પકડવા માંગ કરી

અમદાવાદ શહેરના પોશ ગણાતા ચાંદખેડા અને જગતપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં બનેલી ઘટના અનુસાર, જગતપુર સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્ષ સામે પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યા ચોરો ₹૩ લાખ રોકડા ભરેલી બેગ ચોરીને રફુચક્કર થઈ જતાં વંદેમાતરમ પટ્ટામાં ભય ફેલાયો છે.

અમદાવાદ શહેરના વિકસતા જતા ગોદરેજ ગાર્ડન સિટી અને વંદેમાતરમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને ચોર-ટોળકીઓ બેફામ બની હોય તેવો ઘાટ સર્જાયો છે. જાહેર રસ્તાઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલી કારમાંથી કિંમતી સામાન ચોરાવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે.

ગોદરેજ ગાર્ડન સિટી નજીક આવેલા પાઈન ક્રેસ્ટમાં રહેતા અને વ્યવસાય કરતા દીપકકુમાર ઇન્દ્રવર્ધન વોરા 10 ઓગસ્ટના રોજ સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે પોતાની મહિન્દ્રા મરાઝો કાર લઈને જગતપુર સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્ષ સામે આવેલી અક્ષેલ હોસ્પિટલ નજીક ગયા હતા. તેમણે કારને યોગ્ય રીતે લોક કરીને જાહેર રસ્તા પર પાર્ક કરી હતી.

માત્ર દોઢથી બે કલાકના ટૂંકા સમયગાળામાં, એટલે કે રાત્રે 8:00 વાગ્યાના સુમારે જ્યારે દીપકકુમાર પરત આવ્યા ત્યારે તેમની કારની ડ્રાઇવર સાઇડનો તથા કોટન પેનલનો કાચ સંપૂર્ણપણે તૂટેલી હાલતમાં મળી આવ્યો હતો  . વધુ તપાસ કરતા કારની પાછળની સીટ પર મૂકેલી કાળા કલરની લેધરની બેગ ગાયબ હતી. આ બેગમાં રૂ. 3,00,000 (ત્રણ લાખ) ની રોકડ રકમ રાખેલી હતી.

(12:45 AM IST)