<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સરદાર સરોવર ડેમની જળ સપાટી 133.39 મીટર પહોંચી: છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સે.મી.નો વધારો

ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક: હાલ 82.58 ટકા સરદાર સરોવર ડેમનું જળસ્તર

અમદાવાદ : ઉપરવાસના વરસાદને કારણે, નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 133.39 મીટર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ 82.58 ટકા સરદાર સરોવર ડેમનું જળસ્તર છે .

(11:36 AM IST)