તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ
નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરાશે જે વન વિભાગ ખરીદશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિશ્વ વિખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નળસરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરાશે જે વન વિભાગ ખરીદશે; આ પ્રોજેક્ટ થકી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.વન વિભાગ ગામડાઓમાંથી પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થિત એકત્રીકરણ કરશે અને તેને કલેક્શન સેન્ટર સુધી પહોંચાડશે; આ પ્રોજેક્ટ હેઠળ કચરો એકત્રિત કરવા માટેનો શેડ, પ્રોસેસિંગ યુનિટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, પાણી - વીજળીની સુવિધા, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ મશીન, સુરક્ષા સાધનો જેવી આવશ્યક પાયાની સુવિધાઓ તૈયાર કરાઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું કરવાની સાથે-સાથે સ્થાનિક લોકોમાં જાગૃતિ વધારવાનો તેમજ આજીવિકાની તક ઊભી કરવાનો છે.
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ પહેલ થકી વિશ્વ પ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિકના પ્રદૂષણથી મુક્તિ મળશે .
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
