તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
ગુજરાતના ૨૫ ડેમ છલકાઈ ગયા નર્મદા ડેમમાં ૮૨ ટકાથી વધુ સંગ્રહ
કચ્છમાં ૨૯.૦૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૬૫ ટકા, પૂર્વ મધ્યમાં ૬૮.૧૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૭૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૯૭.૩૬ ટકા વરસાદ

અમદાવાદ તા.૧૧: રાજ્યમાં સિઝનનો સરેરાશ ૭૦.૬૦ ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં ૨૯.૦૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૬૫ ટકા, પૂર્વ મધ્યમાં ૬૮.૧૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૭૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૯૭.૩૬ ટકા વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાં ૨૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૮૨ ટકાથી વધુ સંગ્રહ છે.
રાજુલાનો ધાતરવાડી, સાવરકુંડલાનો સુરજવાડી, રાજુલાનો ધાતરવાડી-૨, નેત્રંગનો પિગુટ, ઝઘડીયાનો ધોળી, નેત્રંગનો બલદવા, તળાજાનો પીંગળી, મહુવાનો રોજકી, પાલિતાણાનો ખારો, મહુવાનો માલણ, પાલિતાણાનો શેત્રુંજી, પાલિતાણાનો હાણોલ, રાપરને ફતેહગઢ, હળવદનો બ્રહ્માણી, સાગબારાનો ચોપડવાવ, સાગરબારાનો કાકડીઆંબા, વાસંદાનો કેલિયા, વાંસદાનો જૂજ, રાજકોટનો લાલપરી, માંડવીનો લખીગામ, ચુડાનો વાંસલ, વઢવાણનો ધોળીધજા, મૂળીનો નાયકા, ચોટીલાનો ત્રિવેણી ઠાંગા, સોનગઢનો ડોસવાડા ડેમ છલકાઈ ગયા છે.
સરદાર સરોવર નર્મડા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો ૮૨.૫૫ ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૬૪.૦૮ ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં ૨૯ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૩૪ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૪૭ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે ૭૧ ડેમમાં ૨૫ ટકાથી પણ ઓછો જળ સંગ્રહ છે. રાજ્યમાં ૫ ડેમ એલર્ટ રાખવામાં આવ્યા છે ને ૧૦ ડેમ વોર્નિગ પર છે.
રાજ્યમાં ૪૬ રોડ રસ્તા બંધ છે.
અમદાવાદ જિલ્લામાં ૧૧, ખેડામાં ૩, અરવલ્લીમાં ૧, ગાંધીનગરમાં ૧, બનાસકાંઠામાં ૨, પાટણમાં ૩, છોટાઉદેપુરમાં ૪, પંચમહાલમાં ૧, સુરતમાં ૧, નવસારીમાં ૫, વલસાડમાં ૧, મોરબીમાં ૨, સુરેન્દ્રનગરમાં ૭, જૂનાગઢમાં ૧, અમરેલીમાં ૩ રોડ રસ્તા બંધ છે.
રાજ્યના ૩૪ જિલ્લા પૈકી વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં જ સિઝનના સરેરાશ ૭૦.૬૦ ટકાથી વધુ વરસાદ પડ્યો છે. આ સિવાયના નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહીસાગર, જામનગર, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, બોટાદ, ભાવનગર, પાટણ, વાવ થરાદ, કચ્છમાં સિઝનના સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
