<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

અમદાવાદમાં ચોતરફ અંધારું જ અંધારું, અનિવાર્ય કામ ન હોય તો ઘરની બહાર ન નીકળતાં

વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેથી નોકરી-ધંધા પર જતાં લોકોને મુશ્‍કેલી પડી : વહેલી સવારથી ઝરમર-ઝરમર વરસાદઃ વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ,તા.૧૧: વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. શહેરમાં ચોતરફ અંધારું જ અંધારું છે. વિઝિબિલિટી ઘટી ગઈ છે, જેના નોકરી-ધંધા પર જતાં લોકોને મુશ્‍કેલી પડી રહી છે.  અમદાવાદ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં સૂર્યનારાયણે દર્શન દેવાના બદલે વરસાદી વાદળોથી ઘેરાયા ગયા છે. વહેલી સવારથી ઝરમર-ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમદાવાદના મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદ વરસ્‍યો છે. શહેરમાં કર્ણાવતી ક્‍લબ ચાર રસ્‍તા, ઈસ્‍કોન, એસજી હાઈવે,પ્રહલાદ નગર, શેલા, બોપલ, પ્રહલાદનગર, થલતેજ, બાપુનગર, ઈન્‍ડિયાકોલોની, નિકોલ, ઓઢવ, આનંદનગર, જોધપુર, વેજલપુર સહિત તમામ વિસ્‍તારમાં વરસાદ છે.  વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્‍યું છે. છેલ્‍લા બે દિવસથી અમદાવાદમાં ભારે બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. જોકે વરસાદી માહોલ સર્જાતા તાપમાનમાં ઘટાડો થયો હતો.

(2:45 PM IST)