News of Tuesday, 11th August 2026
HPCL કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ : ATSએ ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરી
આરોપીઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં 3થી 4 ફૂટનો ખાડો ખોદી HPCLની પાઇપલાઇનને પંચર કરતા:પાઇપલાઇનમાં વાલ્વ લગાવી ક્રૂડ ઓઇલની ચોરી કરતા

અમદાવાદઃ HPCL કંપનીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. ATSએ ગેંગના 8 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં 3થી 4 ફૂટનો ખાડો ખોદી HPCLની પાઇપલાઇનને પંચર કરતા હતા. ત્યારબાદ પાઇપલાઇનમાં વાલ્વ લગાવી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવતી હતી. ચોરાયેલું ક્રૂડ ઓઇલ ગુજરાતમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. પકડાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ સોની, ધોરાજીના જયરાજસિંહ ચુડાસમા, જાલોરના મુકેશ મેઘવાલ, કલોલના રણજીત ચોરસિયા, મહેસાણાના રમેશ ઠાકુર સહિત ઉત્તર પ્રદેશના દિલીપ યાદવનો સમાવેશ થાય છે. ATSએ વધુ તપાસ હાથ ધરી છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
