હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં મેઘરાજાનો જોરદાર રાઉન્ડઃ ૪ વાગ્યા સુધીમાં ૯૪ તાલુકા ભીંજાયા; શહેરામાં ૫.૩૫, કોઠંબામાં ૫.૧૬ ઇંચ વરસાદ
શહેરા અને કોઠંબા વિસ્તારમાં થોડા કલાકોમાં જ ભારે પાણી વરસતાં સ્થાનિક નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધી

અમદાવાદ: ગુજરાતમાં આજે મેઘરાજાએ ખાસ કરીને મધ્ય અને પૂર્વ ગુજરાતને ધમરોળ્યું હતું. સાંજે ચાર વાગ્યા સુધીના ઉપલબ્ધ આંકડા મુજબ રાજ્યના ૯૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ પંચમહાલના શહેરામાં ૧૩૬ મિમી એટલે ૫.૩૫ ઇંચ, જ્યારે મહીસાગરના કોઠંબામાં ૧૩૧ મિમી એટલે ૫.૧૬ ઇંચ વરસાદ પડ્યો હતો. અનેક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થયો, જ્યારે શહેરા અને કોઠંબા વિસ્તારમાં થોડા કલાકોમાં જ ભારે પાણી વરસતાં સ્થાનિક નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક વધી હતી.
હવામાન વિભાગના ૧૧ ઓગસ્ટના બપોરના સત્તાવાર બુલેટિન મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના અનેક સ્થળોએ તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસ નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય છે અને તેની સાથે સમુદ્રસપાટીથી આશરે ૫.૮ કિલોમીટર સુધી ચક્રવાતી પરિભ્રમણ ફેલાયેલું છે. ચોમાસુ ધરી પણ સક્રિય છે.
આજથી ૧૨ ઓગસ્ટની સવાર સુધી પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અતિ ભારે તથા અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
