<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

નવસારીના ખેરગામના વડપાડામાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ થતાં અચાનક 70 ફૂટથી વધુ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો

નેશનલ હાઇવે ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં આશ્ચર્ય ફેલાયું: પાણીના ભારે દબાણના કારણે પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ગગનચુંબી ફુવારો ઉછળ્યો

નવસારીના ખેરગામના વડપાડામાં પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ થતાં અચાનક 70 ફૂટથી વધુ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો. નેશનલ હાઇવે ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. પાણીના ભારે દબાણના કારણે પાઇપલાઇનમાં ભંગાણ પડતાં ગગનચુંબી ફુવારો ઉછળ્યો હતો. પાણીનો ગગનભેદી અવાજ અને ફુવારાની ઊંચાઈ જોઈને ગામલોકો અચંબિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પાઇપલાઇનમાં ભંગાણનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે.

(7:54 PM IST)