<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

સાંજે છ વાગ્યે પૂરા થતા છેલ્લા ૧૨ કલાકમાં પંચમહાલ-મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ શેહરામાં ૫.૩૫ તો કોઠંબામાં ૫.૧૬ ઇંચ વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલઃ લુણાવાડામાં ૨.૭૨, બાલાસિનોરમાં ૨.૫૨, દહેગામ-ઉમરગામમાં બે ઇંચથી વધુ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી: ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા શેહરામાં ૫.૩૫ ઇંચ અને કોઠંબામાં ૫.૧૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. લુણાવાડામાં ૨.૭૨ ઇંચ, બાલાસિનોરમાં ૨.૫૨ ઇંચ, દહેગામમાં ૨.૦૯ ઇંચ અને ઉમરગામમાં ૨.૦૫ ઇંચ વરસાદ નોંધાયો હતો.

 

ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યના ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી મુજબ આજે તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

પંચમહાલ જિલ્લામાં શેહરામાં સૌથી વધુ ૧૩૬ મીમી એટલે કે ૫.૩૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોધરામાં ૪૦ મીમી, મોરવા હડફમાં ૨૮ મીમી, કાલોલમાં ૯ મીમી, હાલોલમાં ૮ મીમી, જાંબુઘોડામાં ૭ મીમી અને ઘોઘંબામાં ૬ મીમી વરસાદ નોંધાયો હતો.

મહીસાગર જિલ્લામાં કોઠંબામાં ૧૩૧ મીમી એટલે કે ૫.૧૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. લુણાવાડામાં ૬૯ મીમી એટલે ૨.૭૨ ઇંચ, બાલાસિનોરમાં ૬૪ મીમી એટલે ૨.૫૨ ઇંચ, ગોધરમાં ૪૪ મીમી, સંતરામપુરમાં ૧૯ મીમી, કડાણામાં ૬ મીમી, વિરપુરમાં ૩ મીમી અને ખાનપુરમાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં દહેગામમાં ૫૩ મીમી એટલે ૨.૦૯ ઇંચ, કલોલમાં ૩૪ મીમી અને ગાંધીનગરમાં ૩૩ મીમી વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૫૨ મીમી એટલે ૨.૦૫ ઇંચ, કપરાડામાં ૧૮ મીમી, વાપીમાં ૧૫ મીમી, પારડીમાં ૧૩ મીમી તથા વલસાડ અને નાનાપોંઢામાં ૫-૫ મીમી વરસાદ નોંધાયો હતો.

દાહોદ જિલ્લામાં સુખસરમાં ૪૦ મીમી, સંજેલીમાં ૩૫ મીમી, ગોવિંદ ગુરુ લીમડીમાં ૩૦ મીમી, સિંગવડમાં ૨૧ મીમી અને દાહોદમાં ૧૮ મીમી વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લામાં કપડવંજમાં ૩૭ મીમી, ફાગવેલમાં ૨૪ મીમી, કઠલાલમાં ૧૮ મીમી તથા ગળતેશ્વરમાં ૧૪ મીમી વરસાદ પડ્યો હતો.

ડાંગના વઘઈમાં ૧૯ મીમી, ડાંગમાં ૧૪ મીમી અને સુબીરમાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં ૧૯ મીમી, દસ્ક્રોઈમાં ૭ મીમી અને સાણંદમાં ૫ મીમી વરસાદ પડ્યો હતો.

છોટાઉદેપુરમાં ૧૭ મીમી, જેતપુર પાવીમાં ૧૬ મીમી, નવસારી જિલ્લાના વાંસદામાં ૧૫ મીમી, અરવલ્લીના બાયડમાં ૧૪ મીમી તથા વડોદરા જિલ્લાના દેસરમાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ભરૂચ, તાપી, મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમરેલી અને નર્મદા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

 

 

(8:18 PM IST)